News of Wednesday, 1st May 2024
મહિલાઓને સ્વરક્ષણ વિશે પોલીસની શી-ટીમ દ્વારા મહિલાઓને માર્ગદર્શન અપાયું

રાજકોટઃ શહેરમાં મહિલાઓને સ્વરક્ષણ વિશે માર્ગદર્શન આપવા માટે પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ, જોઇન્ટ કમિશનર વિધી ચૌધરી, ટ્રાફીકના ડીસીપી પુજા યાદવ, મહિલા સેલના એસીપી આર.એસ.બારીઆની સુચનાથી પીઆઇ આઇ.એન. સાવલીયાના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસની શી ટીમના પી.એસ.આઇ એસ.આઇ.બાંભણીયા, એ.એસ.આઇ અસ્મીતાબેન, ક્રિષ્નાબેન, કોન્સ. જાગૃતિબેન, મુકતાબેન, હંસાબેન સહિતે આજે એસ.બી.આઇ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થામાં સાયબર અવેથર્સનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૮૦ જેટલી મહિલાઓએ લાભ લીધો હતો. અને જુદા-જુદા ગામડાઓમાંથી બ્યુટીપાર્લર તથા સીલાઇ કામ જેવી જુદી-જુદી તાલીમ માટે આવતી મહિલાઓને પોતાને સ્વ બચાવ પોતાને સ્વ બચાવ કેવી રીતે કરવો, સાયબર ફ્રોડ વિશે તથા મહિલા શી ટીમ ૧૯૩૦ અને ૧૦૦ નંબર વિશે માહિતી આપી હતી અને મોબાઇલમાં અજાણી લીંક ઓપન ન કરવી અવાવરૂ જગ્યાએ ન જવુ અને આવા વિસ્તારથી માહિતગાર કરી મહિલાઓને સેલ્ફ ડિફેન્સ, ઘરેલુ હિંસા તથા અત્યાચાર સ્વરક્ષણ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
(3:30 PM IST)










