<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

ગુજરાત સ્‍થાપના દિન નિમિત્તે વકીલોની ભાવવંદના બાર એસોસીએશન દ્વારા રાજકોટમાં ઉજવણી કરાઇ

 

રાજકોટ : મુંબઈ રાજયનું પહેલી મે ૧૯૬૦માં વિભાજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતને પેલી મેં ૧૯૬૦ ના રોજ અલગ અલગ રાજયનો દરજ્જો આપવામાં આવ્‍યો હતો ત્‍યારથી પેલી મેં ૧૯ પહેલી મેના રોજ ગુજરાત રાજયની રાજયના સ્‍થાપના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્‍યારે આજે ગુજરાત રાજયના સ્‍થાપના દિનની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્‍યારે રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા રાજકોટ કોર્ટમાં ભારત માતાની છબી રાખી ભાવ વંદના કરી ગુજરાત રાજયના સ્‍થાપના દિવસની ઉજવણી કરી હતી. આ તકે બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી,  ઉપપ્રમુખ સુરેશ ફળદુ, સેક્રેટરી પી.સી. વ્‍યાસ જોઈન્‍ટ સેક્રેટરી જયેન્‍દ્ર ગોંડલીયા, ટ્રેઝરર આર.ડી. ઝાલા, લાઇબ્રેરી સેક્રેટરી મેહુલ મહેતા, કારોબારી સભ્‍ય નિકુંજ શુક્‍લ, અજયસિંહ ચૌહાણ, કૌશલ વ્‍યાસ અને રણજીત મકવાણા સહિતના વકીલો ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:32 PM IST)