<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

રાજકોટ લોકસભા બેઠકના તમામ ૯ ઉમેદવારો પાસે સરકાર એક રૂપિયો પણ માંગતી નથી !!

સરકારી આવાસ-પાણી-વીજળી-ટેલીફોન સહિતના કોઇ લેણા બાકી નથી : કલેકટરની જાહેરાત

રાજકોટ તા. ૦૬ : લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૧૦- રાજકોટ સંસદીય મતદાર વિસ્‍તારમાંથી ચૂંટણી લડતાં ઉમેદવારો દ્વારા તેઓના સોગંદનામામાં સરકારી લેણા સંબંધિત માહિતી આપવામાં આવે છે.મતદારોની જાણકારી માટે ઉમેદવારો દ્વારા સોગંદનામામાં તેમને કોઈ સરકારી લેણા બાકી છે કે નહીં તે અંગે ફોર્મ ભરતા સમયે જણાવેલ હોય છે.જે મુજબ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર શ્રી ચમનભાઈ નાગજીભાઈ સવસાણી, ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર શ્રી પરેશભાઈ ધાનાણી, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, અપક્ષ ઉમેદવારો સર્વ શ્રી નિરલભાઈ અમળતલાલ અજાગિયા,શ્રી જીજ્ઞેશભાઈ મહાજન, શ્રી નયનભાઈ જે.ઝાલા, શ્રી પ્રકાશ ગોવિંદભાઈ સિંધવ, શ્રી ભાવેશભાઈ ઉપેન્‍દ્રભાઈ આચાર્ય તેમજ શ્રી ભાવેશભાઈ કાંતિલાલ પીપળીયાએ સોગંદનામામાં જણાવ્‍યા મુજબ સરકારી આવાસ, પાણી પુરવઠા,વીજ પુરવઠા, ટેલિફોન, સરકારી વાહન વ્‍યવહાર (એરક્રાફ્‌ટ અને હેલિકોપ્‍ટર) તેમજ અન્‍ય કોઈપણ પ્રકારના સરકારી લેણા બાકી રહેતા નથી તેમ જણાવેલ છે. તમામ પ્રકારની કામગીરી સાથે સંકળાયેલા વિભાગોમાંથી તમામ ૯ ઉમેદવારોના લેણા શૂન્‍ય છે, આમ કોઈ લેણા બાકી રહેતા નથી તેમ ૧૦-રાજકોટ સંસદીય મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર શ્રી શ્રી પ્રભવ જોશીની યાદી દ્વારા જણાવવામાં આવ્‍યું છે.

(3:36 PM IST)