<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

પરેશભાઇ ધાનાણીએ પ્રગટાવી મહિલા સ્‍વાભિમાનની જયોત

રાજકોટઃ રાજકોટ લોકસભા સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી દ્વારા તમામ સમાજ જ્ઞાતિ જાતિ અને ધર્મના લોકો સાથે મળીને  શનિવારે રોજ સાંજે ૬ કલાકે સરદાર પટેલ સાહેબની પ્રતિમા બહુમાળી ભવન રેસકોર્સ પાસે મોટી સંખ્‍યામાં એકબીજા પ્રત્‍યે સમર્પણ, સદ્વાવનની ભાવના અને ‘‘મિલે સુર મેરા તુમ્‍હારા તો સુર બને હમારા'' ના ગીત સાથે મહિલા સ્‍વાભિમાનની જ્‍યોત પ્રગટાવી હતી . યત્ર નાર્યસ્‍તુ પુજયન્‍તે તત્ર રમન્‍તે દેવતાઃ એટલે કે જયાં જયાં નારીઓનું પૂજન થાય છે ત્‍યા ત્‍યાં દેવતાઓનો વાસ હોય છે. આપણો દેશ તો નારીના પૂજનનો છે, અર્ચનનો છે, નારીના સન્‍માનને માનનારો છે. વર્ષો પહેલાં જ્‍યારે દાનવો પોતાની મર્યાદાઓ ભૂલ્‍યા ત્‍યારે ત્‍યારે તેનો વધ કરવામાં એ રણચંડી બનીને તેનો સંહાર કર્યો, અને ઇતિહાસ સાક્ષી છે કે જ્‍યારે જ્‍યારે નારીની અસ્‍મિતા જોખમાય છે, ત્‍યારે ત્‍યારે માત્ર ને માત્ર વિનાશ સર્જાયો છે. દ્રૌપદીના ચીર હરણ કરવામાં દુર્યોધન અને દુ શાસનનો હાથ હતો, પરંતુ ભરી સભામાં ઉપસ્‍થિત બધા એસ્ત્રીના આ અપમાનને ચૂપચાપ જોતા રહ્યા, અને પરિણામે મહાભારત થયું અને તમામ કૌરવોનો નાશ થયો. શનિવારે સાંજે સરદાર સ્‍મારક બહુમાળી ભવન પાસે મોટી સખ્‍યામાં મહિલાઓની હાજરીમાં મહિલાઓએ પરેશભાઈને મશાલ અર્પણ કરી મહિલાઓના સ્‍વાભિમાન કાજે રણ મેદાનમા ઉતરેલ શ્રી પરેશભાઈ ધાનાણીને ખૂબ શુભેચ્‍છા અને આશીર્વાદ આપ્‍યા. મશાલમાં થી પ્રગટેલી જ્‍યોત માત્ર એક દિવસ નહીં પણ આવનાર લાબા સમય સુધી મહિલાઓના રક્ષણ અને સ્‍વાભિમાન માટે પરેશ ધાનાણીને બળ પૂરું પડશે તેવુ પરેશભાઈએ જણાવ્‍યુ હતું.પોતાના વક્‍તવ્‍યમાં પરેશભાઈ ધાનાણીએ ખૂબ જ ભાવુક થયા હતા અને ઉપસ્‍થિત લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે, આ દેશમાં નારી શક્‍તિએ વારંવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે સીતા અને દ્રૌપદી એ પણ સામનો કરવો પડ્‍યો હતો ત્‍યારે મારે ઘરમાં બે બે દીકરી છે. હું દીકરી માતાઓ શક્‍તિ માનું છું, અને એ બધી શક્‍તિઓના ચરણોમાં આજે વંદન કરું છું.

(4:42 PM IST)