News of Monday, 6th May 2024
રાજકોટ-મોરબીમાં બાઈક ચોરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી,તા.૬ : મોરબી અને રાજકોટ શહેરમાંથી વાહનચોરી કરનાર ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે ચાર ચોરાઉ મોટરસાયકલ રીકવર કર્યા છે તો અન્ય બે ઇસમોના નામો ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમ વાહનચોરીના ગુનાના ભેદ ઉકેલવા માટે પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના બસ સ્ટેન્ડ પાસે ત્રણ ઈસમો બે નંબર વગરના બાઈક સાથે નીકળતા રોકીને બાઈકના કાગળો માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું જેથી ત્રણેયને એલસીબી કચેરી લાવી સઘન પૂછપરછ કરતા મોરબી અને રાજકોટ વિસ્તારમાંથી ૪ બાઈક ચોરીને અંજામ આપ્યાની કબુલાત આપી હતી જેથી પોલીસે આરોપી રફીક હારૂન મિયાણા, હનીફ દોષમામદ મિયાણા અને અકબર ઉર્ફે અકુડો અબ્દુલ મિયાણા એમ ત્રણને ઝડપી લઈને ચાર મોટરસાયકલ કીમત રૂ ૧,૨૩,૦૦૦ નો મુદામાલ રીકવર કર્યો છે તો અન્ય બે આરોપીઓ અબ્દુલ હાજી કાજેડીયા અને રીયાઝ ઉર્ફે ડાડો હારૂન રહે બંને કાજરડા તા. માળિયા વાળાના નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે ચાર વાહન રીકવર કર્યા છે તેમજ મોરબી સીટી એ ડીવીઝન અને તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ત્રણ ગુના ડિટેકટ કર્યા છે.
(4:48 PM IST)










