News of Monday, 6th May 2024
વધુ ૧૫૨ વેપારી દંડાયા
પ્રતિબંધિત પ્લાસ્ટિક - ગંદકી કરનારને ૩૪ હજારનો દંડ
ત્રણેય ઝોનના વિવિધ વિસ્તારમાં મનપા દ્વારા કાર્યવાહી કરતા ૮ કિલો પ્લાસ્ટીક જપ્ત

રાજકોટ તા. ૬ : મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે ૨ દિવસ દરમિયાન અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા ત્રણેય ઝોનમાંથી કુલ ૧૫૨ પાસેથી ૭.૮૧૨ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૩૪૨૩૪નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૫૧ પાસેથી ૨.૧૬૨ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરતા પાસેથી રૂᅠ૯૧૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૭૨ પાસેથી ૪.૫૨ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરતા પાસેથી રૂ.૧૭૬૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૯ પાસેથી ૧.૧૩ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા પાસેથી રૂ.૭૪૩૪નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર,ᅠસેનીટેશન ઓફિસરᅠહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવેલ.
(4:52 PM IST)










