તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
વિવાદિત પત્રિકા સાથે ખોડલધામને કોઇ નિસ્બત નથીઃ નરેશભાઇ

રાજકોટ તા. ૮ :.. રાજકોટમાં થોડા દિવસ પહેલા લેઉવા પટેલ સમાજને ઉશ્કેરતી કથીત પત્રીકા અંગે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે, આવી પત્રીકામાં અમારો કે સંસ્થાનો કોઇ રોલ નથી.
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી સમયે મત મેળવવા દેશભરમાં ઓડીયો કિલપ, વીડીયો કિલીપ, પત્રીકા ફરતા હોય છે. આ વાત કોઇ નવી નથી. પરંતુ ખોડલધામ એક જવાબદાર સંસ્થા છે. આવી કોઇ પત્રીકામાં અમારો રોલ નથી.
તેમણે જણાવેલ કે ખોડલધામ સાથે અનેક સમાજના લોકો જોડાયેલ છે. અને કયાંય આવા વિવાદમાં કોઇ વ્યકિતનું નામ આવે તેનાથી સંસ્થાને કોઇ નિસ્બત હોતો નથી.
અંતમાં નરેશભાઇ પટેલે લોકોને ચોકકસ મતદાન કરવું જોઇએ તેવી અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે લોકો વચ્ચે રહીને કામ કરે તેવા ઉમેદવારને મત આપવો જોઇએ.
આમ, વિવાદિત પત્રીકા સાથે ખોડલધામને કોઇ નિસ્બત નહીં હોવાનું નરેશભાઇ પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વિવાદી પત્રીકામાં કોંગ્રેસ અને ખોડલધામ સાથે જોડાયેલા લોકોના નામ ખુલ્યા હતાં.
(11:33 AM IST)










