તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
રાજકોટ બેઠક ઉપર પુરૂષ કરતા મહિલાઓનું ૧૦ ટકા મતદાન ઓછું
જેન્ડરનું માત્ર ૧૯ ટકા મતદાન : રાજકોટ સંસદીય મત વિસ્તારમાં ૫૯.૬૦ ટકા મત પડયા : ગયા વખત કરતા ૪% ટકાનું ગાબડુ પડયુ... કણકોટ એન્જી. કોલેજ ખાતે EVM સીલ કરવા આખી રાત કામગીરી : કલેકટર સહિતના અધિકારીઓ સવારે ૬ વાગ્યે ઘરે પહોંચ્યા હવે ૪ જૂને મતગણત્રી : ૧૫ હજારથી વધુ મત પોસ્ટલ બેલેટના ગણાશે : કુલ ૧૨ લાખ ૫૮ હજાર ૯૦૫ મતોની ગણત્રી થશે : ૮ રૂમમાં ૧૪ ટેબલ ઉપર કાઉન્ટીંગ : ૧૨ રાઉન્ડ થશે

રાજકોટ તા. ૮ : રાજકોટ લોકસભા બેઠક ઉપર ગઇકાલે સાંજે ૬ વાગ્યે મતદાન થયું, પરંતુ ગયા વખત કરતા આ વખતે મતદાનમાં ૪ ટકાનું ગાબડુ પડયું છે, ગયા વખતે ૬૩.૪૫ ટકા મતદાન થયું હતું, આ વખતે ૫૯.૬૦ ટકા મતો પડયા છે, રાજકોટ બેઠક ઉપર પુરૂષ કરતા મહિલાઓનું ૧૦ ટકા મતદાન ઓછું થયાનું બહાર આવ્યું છે, કુલ ૧૨ લાખ ૫૮ હજાર ૯૦૫ મતોની ૪ જૂને સવારે ૮ વાગ્યાથી ગણત્રી થશે. આ ઉપરાંત ૧૫ હજારથી વધુ મતો પોસ્ટલ બેલેટના ગણાશે, કુલ ૮ રૂમમાં ૧૪ ટેબલ ઉપર કાઉન્ટીંગ થશે અને ગણત્રી માટે ૧૨ રાઉન્ડ થશે તેમ અધિકારી સૂત્રોએ આજે સવારે ‘અકિલા'ને જણાવ્યું હતું .
દરમિયાન ગઇકાલે મોડી રાત્રે ૭ સ્થળે બૂથ ઉપર ગયેલ ૯૮૨૫નો સ્ટાફ પાછો ફર્યા બાદ કણકોટ ખાતે મોડી રાત્રે દરેક પ્રાંત - મામલતદારો પોતાના વિસ્તારના ઇવીએમ - વીવીપેટ લઇને પહોંચ્યા હતા અને ભાજપ - કોંગ્રેસના ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની હાજરીમાં કણકોટ એન્જીનિયરીંગ કોલેજ ખાતે સ્ટ્રોંગરૂમમાં કલેકટર - ઓબ્ઝર્વરની હાજરીમાં તમામ મશીનો સીલ કરી દેવાયા છે.
કણકોટ એન્જીનિયરીંગ કોલેજ ખાતે રાઉન્ડ ધ કલોક પોલીસ અને અર્ધલશ્કરી દળોની ટીમો મૂકી દેવાઇ છે, ૪ જૂને મતગણત્રી થશે. કણકોટ ખાતે ઇવીએમ સીલ કરવા અંગે આખી રાત કામગીરી ચાલી હતી, કલેકટર સહિતના અધિકારીઓ સવારે ૬ વાગ્યા બાદ ઘરે પરત ફર્યા હતા, એ પહેલા કલેકટરે મતદાન - સ્ટ્રોંગરૂમમાં ઇવીએમ સીલ સહિતની કામગીરીનો ચૂંટણી પંચને રીપોર્ટ કરી દીધો હતો.
રાજકોટ બેઠક ઉપર થયેલ મતદાન અંગેની વિગતો જોઇએ તો, ૧૦-રાજકોટ સંસદીય મત વિસ્તારમાં ૭મી મેના રોજ સાંજે મતદાન પૂર્ણ થવાના સમય સુધીમાં ૫૯.૬૦ ટકા મતદાન થયું છે. જેમાં નોંધાયેલા પુરૂષ મતદારો ૧૦,૯૩,૬૨૬માંથી ૭,૦૪,૫૦૪ મતદારોએ (૬૪.૪૨ ટકા) મતદાન કર્યું છે. તો નોંધાયેલા મહિલા મતદારો ૧૦,૧૮,૬૧૧માંથી ૫,૫૪,૩૯૪ (૫૪.૪૩ ટકા) મહિલાઓએ મતદાન કર્યું છે. જ્યારે નોંધાયેલા અન્ય ૩૬ મતદારોમાંથી સાત મતદારો (૧૯ ટકા)એ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે. મુછારે ઉમેર્યું હતું કે, ૬૬-ટંકારા વિધાનસભા મત વિસ્તારમાં ૧૨૯૯૮૫ પુરૂષ મતદારો, ૧૨૨૩૭૦ મહિલા મતદારો તેમજ ૦ અન્ય મતદારો મળીને કુલ ૨૫૨૩૫૫ નોંધાયેલા છે. જેમાંથી ૯૧૮૮૨ પુરૂષ મતદારો, ૭૪૩૫૮ મહિલા મતદારો મળીને કુલ ૧૬૬૨૪૦ મતદાન કર્યું છે. આમ પુરૂષોનું ૭૬.૬૯ ટકા,સ્ત્રીઓનું ૬૦.૭૬ ટકા મળીને કુલ ૬૫.૮૮ ટકા મતદાન થયું છે.
૬૭-વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાં ૧૪૮૪૨૧ પુરૂષ મતદારો, ૧૩૯૧૩૬ મહિલા મતદારો તેમજ ૨ અન્ય મતદારો મળીને કુલ ૨૮૭૫૫૯ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૧૦૨૬૪૦ પુરૂષ મતદારો, ૮૩૩૩૪ મહિલા મતદારો તેમજ અન્ય બે મતદાર મળીને કુલ ૧૮૫૯૭૬ મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરૂષોનું ૬૯.૧૫ ટકા,સ્ત્રીઓનું ૫૯.૮૯ ટકા, અન્યનું ૧૦૦ ટકા મળીને કુલ ૬૪.૬૭ ટકા મતદાન થયું છે.
૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં ૧૫૯૫૭૫ પુરૂષ મતદારો, ૧૪૪૩૧૩ મહિલા મતદારો તેમજ ૯ અન્ય મતદારો મળીને કુલ ૩૦૩૮૯૭ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૯૯૮૫૧ પુરૂષ મતદારો, ૭૬૦૫૫ મહિલા મતદારો અને અન્ય બે મળીને કુલ ૧૭૫૯૦૮ મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરૂષોનું ૬૨.૫૭ ટકા,સ્ત્રીઓનું ૫૨.૭૦ ટકા, તથા અન્યના ૨૨ ટકા મળીને કુલ ૫૭.૮૮ ટકા મતદાન થયું છે.
૬૯-રાજકોટ પヘાિીઓનું ૫૩.૮૨ ટકા તથા અન્યના ૨૫ ટકા મળીને કુલ ૫૭.૮૪ ટકા મતદાન થયું છે.
૭૦- રાજકોટ દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં ૧૩૩૦૦૫ પુરૂષ મતદારો, ૧૨૫૬૩૯ મહિલા મતદારો તેમજ ૧૩ અન્ય મતદારો મળીને કુલ ૨૫૮૬૫૭ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૮૪૧૬૫ પુરૂષ મતદારો, ૬૫૩૪૬ મહિલા મતદારો તથા અન્ય બે મળીને કુલ ૧૪૯૫૧૩ મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરૂષોનું ૬૩.૨૮ ટકા,સ્ત્રીઓનું ૫.૦૧ ટકા તથા અન્યના ૧૫ ટકા મળીને કુલ .૫૭.૮૦ ટકા મતદાન થયું છે.
૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં ૨૦૨૬૪૯ પુરૂષ મતદારો, ૧૮૩૦૨૪ મહિલા મતદારો તેમજ ૦૮ અન્ય મતદારો મળીને કુલ ૩૮૫૬૮૧ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૧૨૯૮૬૪ પુરૂષ મતદારો, ૯૬૦૬૮ મહિલા મતદારો મળીને કુલ ૨૨૫૯૩૨ મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરૂષોનું ૬૪.૦૮ ટકા,સ્ત્રીઓનું ૫૨.૪૯ ટકા મળીને કુલ ૫૮.૫૮ ટકા મતદાન થયું છે.
૭૨-જસદણ વિધાનસભા મત વિસ્તારમાં ૧૩૬૮૦૮ પુરૂષ મતદારો, ૧૨૬૦૨૭ મહિલા મતદારો તેમજ ૦ અન્ય મતદારો મળીને કુલ ૨૬૨૮૩૫ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૮૨૯૮૨ પુરૂષ મતદારો, ૬૩૩૮૨ મહિલા મતદારો મળીને કુલ ૧૪૬૩૬૬ મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરૂષોનું ૬૦.૬૬ ટકા,સ્ત્રીઓનું ૫૦.૨૯ ટકા મળીને કુલ ૫૫.૬૯ ટકા મતદાન થયું છે.(૨૧.૧૩)
રાજકોટ લોકસભા બેઠક ઉપર થયેલ મતદાન

(11:44 AM IST)










