તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
હાઇ...શ... હવે પરિણામ સુધી થાક ઉતારીશુ
લોકસભા તથા વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન બાદ હવે ઉમેદવારો પોતપોતાના કામમાં વ્યસ્ત થયા...

રાજકોટ,તા. ૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની ૯ લોકસભા અને ૨ વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણીનું ગઇ કાલે મતદાન થયું હતું. મતદાન બાદ હવે ઉમેદવારોએ થાક ઉતારશે.
લોકસભા તથા વિધાનસભાની પેટા ચુંટણીમાં મતદાન બાદ હવે ઉમેદવારો પોતપોતાના કામમાં વ્યસ્ત થઇ ગયા છે.છેલ્લા ઘણા દિવસોથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો રાત-દિવસ સતત દોડધામ કરીને પ્રચાર કાર્યમાં વ્યસ્ત રહ્યા હતા.
જો કે કાલે મતદાન પૂર્ણ થતા તમામે હાશકારો અનુભવ્યો છે. (૨૨.૨૩)
પરેશ ધાનાણીએ શેરડીના રસનો સિંચોડો હંકાવ્યો
રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણીએ શેરડીના રસનો સિંચોડો હંકાવ્યો હતો.
(1:37 PM IST)










