તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
મનહરપુર-1માં ધંધાખારને કારણે ડખ્ખો કરવામાં આવતાં દેવશી ઝેરી દવા પી ગયો
પડોશીએ તમે શું કામ કરીયાણાની દૂકાન ખોલી? કહી માથાકુટ કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. 8: જામનગર રોડ પર મનહરપુર-1 ગામમાં રહેતાં દેવશી વેલજીભાઇ સનેરવા (ઉ.વ.35) નામના યુવાને રાતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
દેવશી બે ભાઇ અને બે બહેનમાં નાનો છે અને સંતાનમાં બે પુત્ર છે. પોતે કરિયાણાની દૂકાન ચલાવે છે અને રિક્ષાના ફેરા પણ કરે છે. દેવશીએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં એક ભાઇ કરિયાણાની દૂકાન ચલાવે છે. અમે પણ થોડા સમય પહેલા જ આવી દુકાન ચાલુ કરી છે અને ફ્રીઝ રાખી ઠંડાપીણા પણ વેંચવાનું ચાલુ કરતાં દૂકાનવાળાએ આવીને તમે શું કામ અમારા જેવી દૂકાન ચાલુ કરી તેમ કહી માથાકુટ કરતાં પોતાને માઠુ લાગી જતાં દવા પી લીધી હતી. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને તોૈફિકભાઇ જુણાચે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી
(2:36 PM IST)










