તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
રાજદિપ સોસાયટીના દિશાંતે મતદાન વખતે વિડીયો બનાવી વાયરલ કરતાં ફોજદારી
સાયબર ક્રાઇમના ધ્યાને વિડીયો આવતાં તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો

રાજકોટ તા. 8: ગઇકાલે લોકસભાની ચૂંટણીના મતદાનમાં એક યુવાને ઈવીએમનું બટન દબાવતી વખતે તેનો વીડીયો ઉતારી સોશિયલ મીડીયામાં વાયરલ કર્યો હતો. જેના આધારે તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરી આ યુવાનને શોધી કાઢી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના કોન્સ. જયવીરસિંહ વી. ઝાલાની ફરિયાદ પરથી દિશાંત મહેશભાઇ પડારીયા (ઉ.વ.24-રહે. રાજદિપ સોસાયટી-2, મવડી પલોટ 150 રીંગ રોડ) વિરૂધ્ધ આઇપીસી 188 મુજબ તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરાવવામાં આવતાં પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ પી. બી. ત્રાજીયાએ કાર્યવાહી કરી હતી. હતી. ફરિયાદમાં જણાવાયુ છે કે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સાયબર ક્રાઈમ પોલીસની ટીમ સોશિયલ મીડીયા પર નજર રાખતી હતી. તે વખતે એક વીડીયો જોવા મળ્યો હતો. જેમાં એક યુવાને ઈવીએમનું બટન દબાવતી વખતે તેનો વીડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો. એટલું જ નહીં તે વીડીયોને પોતાના મિત્રોના ગ્રુપમાં શેર પણ કર્યો હતો.
સાયબર ક્રાઈમ પોલીસની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ વીડીયો મવડીની આંગણવાડીમાં આવેલા બુથ નં.75નો છે. જયારે વીડીયો બનાવનારનું નામ દિશાંત મહેશભાઈ પડારીયા (ઉ.વ.24) છે. જે મવડીની રાજદિપ સોસાયટી શેરી નં.રમાં રહે છે. જેથી તેના વિરૂધ્ધ કલેકટરના જાહેરનામાના ભંગનો ગુનો રાજકોટ તાલુકા પોલીસમાં દાખલ કર્યો હતો. આ અંગે તેને નોટીસ આપવામાં આવી હતી.
(2:37 PM IST)










