તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
શાસ્ત્રી શ્રી હિરેનભાઇ ત્રિવેદી દ્વારા સદ્કાર્ય
રવિવારે રતનપરમાં પૂ.શંકરાચાર્યજીના આર્શિવાદથી શ્રી વિદ્યા કલ્યાણધામનું ઉદઘાટન
ભારતવર્ષની પ્રતિષ્ઠાના હિન્દુ સંસ્કૃતિના મુલતમ 2 કારણો છે, સંસ્કૃત અને સંસ્કૃતિ આ બંનેના મુળ પાયો બ્રાહ્મણો છે જે આ બંને પાયાને હજારો વર્ષોથી સંપ્તત કરતા આવ્યા છે.... : વૈદિક ગુરૂકુળમાં બ્રાહ્મણ રૂષિકુમારોને કાશીનાં વિદ્વાન આચાર્યો દ્વારા શુકલ યજુર્વેદ, સંહિતાનુ અધ્યયયન, સંસ્કૃત વ્યાકરણ વ્યાકરણ જયોતિષવિદ્યા, તેમજ શ્રી શાંકરી શ્રી વિદ્યાન્ત પરંપરા નિઃશૂલ્ક શીખવવામાં આવશે

રાજકોટ, તા.8: રાજકોટની ભાગોળે, મોરબી રોડ ઉપર રતનપરમાં શ્રી વિદ્યા કલ્યાણ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા શ્રી વિદ્યા કલ્યાણધામ વૈદિક ગુરૂકુળનું નિર્માણ કથાકાર શાસ્ત્રી શ્રી હિરેનભાઇ ત્રિવેદીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યુ છે. જેની ‘અકિલા' કાર્યાલય ખાતે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ કથાકાર આચાર્ય શાસ્ત્રી હિરેનભાઇ ત્રિવેદીએ માહિતી આપી હતી.
‘અકિલા' કાર્યાલય ખાતે શાસ્ત્રી હિરેનભાઇ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતુ કે, ધર્મનગરી રાજકોટની ભાગોળે સંતોની તપસ્થલી રતનપર મુકામે શ્રી વિદ્યા કલ્યાણ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા વૈદિક વિધાન સાથે જોડાયેલા બ્રાહ્મણો માટે આશિર્વાદરૂપ સંપૂર્ણ સુવિધાપૂર્ણ વૈદિક ગુરૂકુળનું સુંદર નિર્માણ થયેલ છે. સનાતન સંસ્કૃતિના પ્રણેતા ભગવત્પાદ શ્રી આદિશંકરાચાર્ય ભગવાનના શુભ આશિર્વાદ એવં જગતજનની આરાધ્યા ભગવતી શ્રી વિદ્યા કલ્પદ્રુમાં જગદંબાના મંગલમય આશિર્વાદથી આ દિવ્ય સનાતન સંસ્કૃતિના વારસાને જવાબદારીપૂર્વક સાચવવાનો નાનકડા પ્રયાસનો પ્રારંભ થઇ રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં શુકલ યજુર્વેદિય પરંપરાને પૂનઃ ઉજાગર કરવા માટે આચાર્ય પ્રવર, શ્રી વિદ્યા ઉપાસક, વેદજ્ઞ, દવજ્ઞ શાષાીશ્રી હિરેનભાઇ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાનમાં આ ભગીરથ કાર્ય સંકલ્પબધ્ધ રીતે કાર્યરતછે.
(ભારતસ્યા પ્રસિધ્ધે દ્વે સંસ્કૃતં સંસ્કૃતિસ્તથા) : ભારતવર્ષની પ્રતિષ્ઠાના હિન્દુ સંસ્કૃતિના મૂલતમ બે કારણો છે. સંસ્કૃત અને સંસ્કૃતિ આ બંનેનો મુળ પાયો બ્રાહ્મણો છે. જે આ બંને પાયાને હજારો વર્ષોથી સિંચીત કરતા આવ્યા છે.
આ શ્રી વિદ્યા કલ્યાણ ધામ વૈદિક ગુરૂકુળમાં બ્રાહ્મણ ઋષીકુમારોને કાશીથી પધારેલા વિદ્વાન આચાર્યો દ્વારા શુકલયર્જુવેદ સંહિતાનું અધ્યયન, સંસ્કૃત વ્યાકરણ, જયોતિષ વિદ્યા, તેમજ શ્રી શાંકરી શ્રી વિદ્યાની પરંપરા નિઃશુલ્ક શીખવવામાં આવશે.
આ અનેરા મહોત્સવ વૈદિક ગુરૂકુળ શુભારંભ તા.12-5-2024, વૈશાખ શુકલ પંચમી, રવિવાર શંકરાચાર્ય જયંતિના ઉપલક્ષ્યમાં રાખવામાં આવેલ છે. આ સનાતન સંસ્કૃતિના મહાયજ્ઞમાં એક આહુતી પ્રદાન કરવા માટે આપ બધાને શ્રી વિદ્યા કલ્યાણ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા હાર્દિક આમંત્રણ છે.
આ વૈદિક સનાતન હિન્દુ સંસ્કૃતિને જાળવવાના આ યજ્ઞમાં મહા આહુતિ આપવા માટે તા.12-5-2024 રવિવારના રોજ બપોરે 3:30 કલાકે વિનાયક વાટીકા, સુરેશ્વર મહાદેવ મંદિર માધાપર ચોકડી રાજકોટ ખાતે જોડાશે.
જે અંતર્ગત તા.12-5-24ને રવિવારે સાંજે 4 વાગ્યે વિનાયક વાટીકા, જામનગર રોડ રાજકોટથી શોભાયાત્રા પ્રસ્થાન કરીને રતનપર મોરબી રોડ ખાતે શ્રી શંકરાચાર્યજી મઠ, શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે.
સાંજે પ વાગ્યે શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવથી ધર્મરથ તથા ભજન મંડળીઓ, સાધુ સંતો અને ભાવિક ભકતજનો પગપાળા શ્રી વિદ્યા કલ્યાણ ધામ, રતનપર ખાતે પહોંચશે.
સાંજે 5.45 વાગ્યે સંતોના હસ્તે સ્થાપિત દેવતાઓનું પૂજન તથા આરતી કરવામાં આવશે. સાંજે 6 વાગ્યે શ્રી વિદ્યા કલ્યાણ ધામ, વૈદિક ગુરૂકુળનું સંતોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.
શાસ્ત્રી હિરેનભાઇ ત્રિવેદીએ વધુમાં જણાવ્યુ કે, સાંજે 6.15 વાગ્યે શ્રી મહામંડલેશ્વર 1008 પૂ. માં કનકેશ્વરીદેવીજીનાં અધ્યક્ષતામાં સંતો દ્વારા ધર્મ સભા યોજાશે.
રાત્રીના 8 વાગ્યે આમંત્રીત તમામ મહેમાનો માટે ભોજન - પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે જયારે રાત્રીના 8.30 વાગ્યાથી રાસ-ગરબા મહોત્સવની જમાવટ થશે.
આ કાર્યક્રમના શુભેચ્છકો
શ્રી કર્મકાંડ ભુદેવ સંગઠન - રાજકોટ, શ્રી પ્રભુગ્રુપ - રાજુભાઇ પોબારૂ, છબીલભાઇ પોબારૂ, વિનાયક વાટીકા-રાજકોટ, રતનપર સમસ્ત ગ્રામ, ગુ.હા.સ.ચા.મૌઢ બ્રાહ્મણ જ્ઞાતી મંડળ તથા યુવા સોશ્યલ ગ્રુપ - રાજકોટ, શ્રી ગૌરીદળ યુવક મંડળ, અવધ રેસીડેન્સી-રાજકોટ, જાળીયા સમસ્ત ગ્રામ, બેડી યુવક મંડળ, ભુદેવ સેવા સમિતિ-રાજકોટ, સમસ્ત બ્રહ્મસમાજ - રાજકોટ છે.
‘અકિલા' કાર્યાલયે શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ શાસ્ત્રી શ્રી હિરેનભાઇ ત્રિવેદીએ વિવિધ માહિતી આપી હતી. આ તકે, શાસ્ત્રી શ્રી કલ્પેશભાઇ ડણાક (ટ્રસ્ટી) જયરાજસિંહજી ચુડાસમા (ટ્રસ્ટી) વિદ્યા કલ્યાણ ટ્રસ્ટ - રાજકોટ ઉપસ્થિત રહ્યા હતા.
દેવી-દેવતાઓની ચલિત મુર્તિઓની સ્થાપના કરાશે
રાજકોટ, તા.8: શ્રી કલ્યાણધામ અંગે શાસ્ત્રી શ્રી હિરેનભાઇ ત્રિવેદીએ ‘અકિલા'ને જણાવ્યુ હતુ કે આ મંદિરમાં શિવમંદિર, શ્રી હનુમાનજીદાદા, શ્રી ભૈરવદાદા, શ્રી શનિદેવ સહિતના દેવોની ચલિત મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવશે. ત્યારબાદ મોટુ મંદિર નિર્માણ કરાયા બાદ આ મૂર્તિઓનું તેમાં પ્રતિષ્ઠાવિધી કરાશે.
ધર્મસ્થમાં પૂ.શંકરાચાર્યજીનું સ્ટેચ્યુ તથા ચારેય પીઠના શંકરાચાર્યજીના હોર્ડિંગ્સ મુકાશે
રાજકોટ,તા. 7: શ્રી વિદ્યા કલ્યાણ ધામના ઉદ્દઘાટન પ્રસંગે યોજાનાર ધર્મસ્થમાં પૂ.શંકરાચાર્યજીનું સ્ટેચ્યુ મુકવામાં આવશે.
આ ઉપરાંત હાલનાં ચારેય પીઠના શંકરાચાર્યજીનાં હોર્ડિંગ્સ મુકવામાં આવશે. તેમ શાષાી શ્રી હિરેનભાઇ ત્રિવેદીએ જણાવ્યું છે.
નવયુગનાં ઋષિવર્યોનું સન્માન કરાશે
રાજકોટ,તા.8: શાષાી શ્રી હિરેનભાઇ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે રાજકોટની ધર્મધરાને અનેક વર્ષોથી સંસ્કૃતથી સિંચન કરનારા નવયુગના ઋષિવર્યોનું સન્માન કરવાનું અનેરો અવસર આ તકે પ્રાપ્ત થવાનો છે આ ક્ષણને અમે અમારા બહુભાગ્ય થી પ્રાપ્ત થતી માનીએ છીએ.
જેમાં નવયુગના ઋષિવર્યો પ.પૂ. ગુરૂદેવ દયાનિધી શાષાીશ્રી પુષ્કરરાય કલ્યાણજી જાની સંતોષાનંદ સંસ્કૃત પાઠશાળા, રાજકોટ, પ.પૂ. ગુરૂદેવ શાષાીશ્રી હર્ષદભાઇ જીવરામભાઇ જોષી- બ્રહ્માનંદ સંસ્કૃત પાઠશાળા (રાજકોટ), પ.પૂ. ગુરૂદેવ શાષાીશ્રી નરેન્દ્રભાઇ પંડયા-સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી (વેરાવળ), પ.પૂ. ગુરૂદેવ શાષાીશ્રી પંકજભાઇ રાવલ-સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી (વેરાવળ), પ.પૂ. ગુરૂદેવ શાષાીશ્રી વિજયભાઇ જોષી -માલસર (નર્મદા), પ.પૂ. ગુરૂદેવ શાષાીશ્રી ભદ્રેશભાઇ -બ્રહ્મર્ષીધામ (નડીયાદ), પ.પૂ. ગુરૂદેવ શાષાીશ્રી ઇશ્વરભાઇ -દ્વારીકા, પ.પૂ. ગુરૂદેવ શાષાીશ્રી જીતેન્દ્રભાઇ-પેટલાદ, પ.પૂ. ગુરૂદેવ શાષાીશ્રી રાજેન્દ્રભાઇ -સોલા, પ.પૂ. ગુરૂદેવ શાષાીશ્રી રાજેન્દ્રભાઇ -સોલા, પ.પૂ. ગુરૂદેવ શાષાીશ્રી હાર્દિકભાઇ જાની-સાંદીપની વિદ્યાનિકેતન (પોરબંદર), પ.પૂ. ગુરૂદેવ શાષાીશ્રી દિપકભાઇ -ખોખરાધામ (મોરબી), પ.પૂ. ગુરૂદેવ શાષાીશ્રી નયનભાઇ -ખોખરાધામ (મોરબી), પ.પૂ. ગુરૂદેવ શાષાીશ્રી નિતીનભાઇ મહેતા-આનંદ આશ્રમ (બીલખા)નું સન્માન કરાશે.
પુ.કનકેશ્વરીદેવીજી, પુ.જાનકીદાસબાપુ, પુ.જયરામદાસજી મહારાજ સહિત સંતો-કથાકારો ઉપસ્થિત રહેશે
રાજકોટ તા.8: શાષાી શ્રી હિરેનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ પાવન પ્રસંગે પ.પૂ. મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરી દેવીજી- ખોખરા હનુમાનધામ, મોરબી, પુ.પૂ.નિજાનંદ સ્વામીજી- ગોતરકા, પ.પૂ. મહામંડલેશ્વર શ્રી જાનકીદાસબાપુ- ભાણસાહેબની જગ્યા, કમીજલા, પ.પુ.આઇશ્રલ રૂપલમાં- રામપરા ગીર, પ.પૂ.મહંતશ્રી જયરામદાસજી મહારાજજી- શ્રી રામજીમંદિર, ગોંડલ, પ.પૂ.મહેશગીરીબાપુ- શ્રી ચોટીલા ચામુંડા મંદિર, પ.પૂ.ભાગવતાચાર્ય શ્રી જીજ્ઞેશદાદા- રાધે રાધે, તથાસ્તુ વિદ્યાપીઠ, પ.પૂ. ભાગવતાચાર્ય શ્રી કનૈયાલાલજી ભટ્ટ- રાજકોટ, પ.પૂ. ભાગવતાચાર્ય શ્રી મહાદેવપ્રસાદ મહેતા-ઉમરેઠી, પ.પૂ. ભાગવતાચાર્ય શ્રી કોૈશીકભાઇ ભટ્ટ- રાણસીકી, પ.પૂ.ભાગવતાચાર્યજી શ્રી અશોકભાઇ ભટ્ટ-રાજકોટ, પ.પૂ. ભાગવતાચાર્ય શ્રી શ્યામભાઇ ઠાકર- પોરબંદર, પ.પૂ. ભાગવતાચાર્ય શ્રી જયુભાઇ મહેતા- ડોડીયાળા, પ.પૂ. શ્રી ધીરજબા- માતૃછાયા વૃધ્ધાશ્રમ, રતનપર, પ.પૂ.શ્રી કે.પી. સ્વામી- સ્વામીનારાયણ આશ્રમ, દ્વારકા, પ.પૂ. વિવેક સાગરદાસજી સ્વામી- બાલાજી હનુમાન મંદિર, રાજકોટ સહિતના ઉપસ્થિત રહીને આર્શિવચન પાઠવશે.
મોટુ ‘શ્રીયંત્ર' મંદિર બનાવાશેઃ પૂ. શંકરાચાર્યજીએ સ્થાપિત ‘શ્રી વિદ્યા' શીખવાડાશે
રાજકોટ તા. 8 :.. શ્રી વિદ્યા કલ્યાણ ધામનાં પ્રણેતા શાષાી શ્રી હિરેનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ સ્થળે આવનારા સમયમાં વિશ્વનું પ્રથમ ‘શ્રીયંત્ર' નું મોટુ મંદિર બનાવશે.
જયાં પૂ. શંકરાચાર્યજીએ સ્થાપિત શ્રી વિદ્યા શીખવાડવામાં આવશે. હાલમાં અનેક જગ્યાએ ઉપર શ્રીયંત્રો વેંચાય છે. પરંતુ સિધ્ધ હોતા નથી અથવા તો માત્ર વાતો કરવામાં આવે છે. તેના બદલે શ્રીયંત્રની પુરતી અને સચોટ માહિતી આપવામાં આવશે. અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.
સૌરાષ્ટ્રામાં શાષાીય પધ્ધતિથી કર્મકાંડવિધી કરતા ભૂદેવોઃ વેદપાઠી બ્રાહ્મણો તૈયાર કરાશે
રાજકોટઃ શ્રી વિદ્યા કલ્યાણ ધામ અંગે વાત કરતા શાષાીશ્રી હિરેનભાઇ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે હું દેશ-વિદેશમાં ફર્યો છું. પરંતુ સૌરાષ્ટ્ર તથા ખાસ કરીને રાજકોટમાં જે શાષાીય પધ્ધતિ ભૂદેવો અપનાવે છે તે અદ્દભુત હોય છે. ભૂદેવો દ્વારા થતા મંડળ સુશોભન, યજ્ઞકુંડની ડિઝાઇન રંગોળી આકર્ષકરૂપ હોય છે.
કલ્યાણધામમાં વેદપાઠી આખો બ્રાહ્મણ તૈયાર કરાશે. જે શાષાોકત, શ્લોક, કથા સહિતનું પુરૂ જ્ઞાન ધરાવતો હોય તેવો હેતુ અને સંકલ્પ છે.
ધર્મરથમાં 300 કાર- પ00 બાઇક જોડાશેઃ અડધો કિ. મી. સુધી પગપાળા શોભાયાત્રા
રાજકોટ તા. 8 :.. શ્રી વિદ્યા કલ્યાણધામ વૈદિક ગુરૂકુળના ઉદઘાટન પ્રસંગે ભવ્ય ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે શાષાી શ્રી હિરેનભાઇ ત્રિવેદીએ ‘અકિલા' ને જણાવ્યું છે કે, વૈદિક સનાતન હિન્દુ સંસ્કૃતિને જાળવવાના આ યજ્ઞમાં આહૂતી આપવા માટે તા. 1ર-પ-ર4 ને રવિવારે બપોરે 3.30 વાગ્યે વિનાયક વાટીકા, શ્રી સુરેશ્વર મહાદેવ મંદિર, માધાપર ચોકડી રાજકોટ ખાતેથી ભવ્ય ધર્મરથનું પ્રસ્થાન થશે. જેમાં રપ0 થી 300 કાર તથા પ00 જેટલા બાઇક ચાલકો જોડાશે. જે ધર્મરથ માધાપર ચોકડીથી રતનપર સુધી પહોંચ્યા બાદ શ્રી વિદ્યા કલ્યાણધામ, ખાતે પગપાળા પહોંચશે.
સંપર્ક સ્થળ - સંપર્ક સૂત્ર
શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવ સામે, રતનપર, રાજકોટ
મો.79846 87338 મો, 98254 99093
(2:43 PM IST)










