તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
‘S2G2 અ રોમેન્ટીક મિશન' : રોમાન્સ-કોમેડી અને એકશનફુલ ગુજરાતી ફિલ્મ
શુક્રવારથી ગુજરાત અને મુંબઇના સીનેમાઘરોમાં રીલીઝ : મુખ્યપાત્રમાં મૌલિક ચૌહાણ અને કથા પટેલ : ગુજરાતી ફિલ્મોનો દબદબો શરૂ થવા માટેનો શ્રેય પુરી ટીમને આપતા અદાકારો : મોટાભાગનું શુટીંગ અમદાવાદ અને કચ્છમાં થયુ : પ્રમોશન અર્થે હાલ કાફલો રાજકોટમાં

રાજકોટ તા. ૮ : આગામી તા. ૧૦ ના શુક્રવારથી વધુ એક ગુજરાતી ફિલ્મ ‘S2G2 અ રોમેન્ટિક મિશન' રીલીઝ થવા જઇ રહી છે.
‘અકિલા' ખાતે આ ફિલ્મમાં લીડ રોલ કરનાર મૌલિક ચૌહાણ અને કથા પટેલે વિગતો વર્ણવતા જણાવ્યુ હતુ કે પુરા એક વર્ષની અમારી મહેનત છે. મોટાભાગનું શુટીંગ અમદાવાદ અને કચ્છમાં કરાયુ છે. એકંદરે ફિલ્મ સૌને એટલા માટે પસંદ પડે તેવી છે. કેમ કે તેમાં એકશન, રોમાન્સ અને કોમેડી એમ ત્રણેય પાસને વણી લેવા ખુબ સરસ પ્રયાસ થયો છે.
ફિલ્મમાં ‘વિવેક'નું પાત્ર નિભાવનાર મૌલિક ચૌહાણે જણાવ્યુ હતુ કે વિવેક વ્યવસાયે ફોટોગ્રાફર છે અને તે એક મિશન લઇને નિકળે છે. જે પૂરૂ કરવા તેને ઘણો સંઘર્ષ કરવો પડે છે. તેવી વાત આ ફિલ્મમાં છે.
ઉલ્લેખનીય છે કે મૌલિક ચૌહાણ આ પહેલા ‘રોંગ સાઇડ રાજુ' અને ‘થઇ જશે' જેવી ગુજરાતી ફિલ્મો આપી ચુકયા છે.
ફિલ્મમાં ‘નીશીકા'નું પાત્ર નિભાવનાર કથા પટેલે જણાવ્યુ હતુ કે આ પહેલા હું ‘સ્વાગતમ' અને ‘ધમણ' જેવી ચારેક ફિલ્મો આપી ચુકી છુ. પરંતુ ‘S2G2 અ રોમેન્ટિક મિશન' માં મને કઇક અલગ જ અનુભવ થયો. નીશીકા એક સારા પરિવારમાંથી આવતી દિકરી છે અને સ્વપ્ન સાકાર કરવા મથે છે. કઇ રીતે તે મિશન પાર પાડે છે તે ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં ‘ઠન ઠન ગોપાલ' અને ‘લાગી ધૂન' જેવા બે ગીત ખુબ જમાવટ કરે છે. કેલ્સીકાકાના પાત્રમાં અર્ચન ત્રિવેદી જે હાસ્ય રસ રેલાવે છે તે ચોકકસ દર્શકોને આકર્ષિત કરશે. તેમ કથા પટેલે જણાવ્યુ હતુ.
રાકેશ શાહ દિગ્દર્શિત અને શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ વિશાલ ભટ્ટ અને મિરલ શાહ દ્વારા પ્રોડયુસ આ ફિલ્લમાં મુખ્ય ભુમિકા મૌલિક ચૌહા, કથા પટેલ ઉપરાંત શ્રેય મારડીયા, પ્રિયલ ભટ્ટ, અર્ચન ત્રિવેદી, કલ્પેશ પટેલ, સ્પંદન કુમાર અને ચંદ્રેશ કેરલીયાએ અભિનયના ઓજશ પાથર્યા છે. લેકન કાર્ય મિરલ શાહે કર્યુ છે. કો-પ્રોડયુસર મૌલિક પટેલ અને ધવલ પટેલ છે.
આ ફિલ્મના પ્રમોશન અર્થે આખી ટીમે આજે રાજકોટમાં મુકામ કર્યો હતો. જુદા જુદા સ્થળોની મુલાકાત લઇ લોકોને મનોરંજન કરાવ્યુ હતુ.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ફિલ્મના અદાકારો મૌલિક ચૌહાણ અને કથા પટેલ તથા બાજુમાં નિર્ભયભાઇ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
જાવેદ અલીના સ્વરમાં ગીત ‘લાગી ધૂન' દર્શકોને આકર્ષી જશે તેવો આશાવાદ
અન્ય ગીત ‘ઠન ઠન ગોપાલ' પણ જમાવટ કરે છે
રાજકોટ તા. ૮ : હાસ્ય અને રોમાન્સથી ભરપુર ફિલ્મ ‘S2G2 અ રોમેન્ટિક મિશન' માં બે ગીતો ખુબ જમાવટ કરી રહ્યાનું અદાકારો મૌલિક ચૌહાણ અને કથા પેટલે જણાવ્યુ હતુ. જેમાં જાવેદ અલીના સ્વરમાં ‘લાગી ધૂન' ગીત ચોકકસ દર્શકોને આકર્ષિ જશે તેવો આશાવાદ તેઓએ વ્યકત કરેલ. તેમજ અન્ય ગીત ‘ઠન ઠન ગોપાલ' પણ પુરી ફિલ્મમાં છવાયેલુ રહે છે. ફિલ્મમાં મ્યુઝીક જોય મહેતાએ આપ્યુ છે. જયારે ગીતોને સ્વર જાવેદ અલી અને સંદીપ કુલકર્ણી જેવા ફેમસ બોલીવુડ પ્લેબેક સીંગરોએ આપ્યો છે. ગીતના શબ્દો કિરણ પરિહાર અને શ્યામલ મુન્શીએ લખ્યા છે.
(3:08 PM IST)










