<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

જામનગર રોડ ડોકટર્સ એસોસીએશનના હોદેદારોની વરણીઃ ચેરમેન ડો. કિશોર દેવળીયા

કો. ચેરમેન ડો. શૈલેષ વસાણી, ફાઉન્‍ડર વા. પ્રેસીડેન્‍ટ ડો. રમેશ શાપરા- ડો. સંજય વખારીયા, પ્રેસીડેન્‍ટ ડો. રૂકમુદિન કડિવાર, સેક્રેટરી ડો. આનંદ ચૌહાણ

રાજકોટ :  જામનગર રોડ ડોકટર્સ એસોસીએશનની ઇન્‍સ્‍ટોલેશન સેરેમનીનું આયોજન થયું હતું. જેમાં વર્ષ ર૦ર૪-રપ માટે ચેરમેન તરીકે ડો. કિશોર દેવળીયા, કો. ચેરમેન ડો. શૈલેષ વસાણી, ફાઉન્‍ડર વા. પ્રેસિડેન્‍ટ ડો. રમેશ શાપરા, ડો. સંજય વખારીયા, પ્રેસીડેન્‍ટ ડો. રૂકમુદીન કડિવાર અને સેક્રેટરી ડો. આનંદ ચૌહાણની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

જામનગર રોડ ડોકટર્સ એસોસીએશનનાં ડોકટરો વર્ષ દરમ્‍યાન સેવાકિય કાર્યમાં પણ સતત જોડાયેલા રહે છે, જેમાં પોતાના કલિનીક ઉપર ફ્રી નિદાન કેમ્‍પ ઉપરાંત રાજકોટની વોર્ડ વાઇઝ સરકારી સ્‍કુલોની બાળાઓને હિમોગ્‍લોબીન ચેકઅપ-દવા આપી અને નિવારણનાં ડોકટર સેલનાં અભિયાનમાં સતત સેવા આપી બાળાઓને આ ઉંમરમાં કેમ તંદુરસ્‍ત રહેવાય તેના લેકચર પણ આપેલા. આ ઉપરાંત ડોકટર સેલનાં મેગા મેડિકલ કેમ્‍પમાં પણ અનેક વોર્ડમાં એસોસીએશનનાં ડોકટરોએ સેવાઓ આપેલી તેવું એસોસીએશનનાં ચેરમેન ડો. કિશોર દેવળીયાએ જણાવ્‍યું હતું.

બીજા હોદેદારોની વરણીમાં વા. પ્રેસિડેન્‍ટ ડો. વિવેક પટેલ અને ડો. સતિષ ગોસ્‍વામી, જોઇન્‍ટ સેક્રેટરી ડો. સંદીપ સોલંકી, ટ્રેઝરર ડો. જતીન પટેલ, ટ્રેઝરર ડો. હાર્દિક ધાબલીયા, એડવાઇઝરી કમીટીમાં ડો. પ્રદિપ કરકરે, ડો. વિનુભાઇ પટેલ, ડો. એમ. કે. કાદરી, ડો. ગોપાલ ખેરા,  ડો. નિલાબેન ભટ્ટ તથા એકિઝકયુટીવ કમીટીમાં ડો. સંજીવ જાની, ડો. જીજ્ઞેશ ખંધેડીયા, ડો. દર્શન ઉનડકટ, ડો. જયોતિ મિરાણી, ડો. સોનીયા દેવમુરારી, ડો. ખ્‍યાતી ત્રિવેદી, ડો. મોનીકા વસાણી, ડો. શહેનાઝ કડીવાર, ડો. કાજલ ઠાકવાણી અને ડો. પાયલ ખખ્‍ખરની નિમણુંક કરવામાં આવી હતી.

તસ્‍વીરમાં ડો. આર. જે. કડીવાર મો. ૯૮૭૯૮ ર૬૧પ૬, ડો. આનંદ ચૌહાણ મો. ૯૭ર૬૩ ૦૭૪૮૮, ડો. શૈલેષ વસાણી ૯૮૯૮૦ ૯પ૧પ૧, ડો. સંજય વખારીયા ૮૧૬૦૩ ૦૭૦૭૦, ડો. રમેશ સાપરા મો. ૯૪ર૬૯ ૬૯૬૩૦, ડો. કિશોર દેવડીયા મો. ૮૪૬૦૧ ૬૦ર૮૮, ડો. સંદિપ સોલંકી ૯૮રપ૭ પપ૦૩પ, ડો. દર્શન ઉનડકટ ૯૯રપ૦ ૬૭૭૦૯ નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(3:09 PM IST)