<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

૧૮ વર્ષની વય વટાવો એટલે થેલેસેમીયા ટેસ્‍ટ અચુક કરાવો : બડા બજરંગ ફાઉન્‍ડેશનની અપીલ

રાજકોટ તા. ૮ : દિકરા દિકરી કોઇપણની ઉંમર ૧૮ વર્ષને વટે એટલે થેલેસેમીયા ટેસ્‍ટ અવશ્‍ય કરાવવા ‘બડા બજરંગ ફાઉન્‍ડેશન'ની ટીમ દ્વારા અપીલ કરાઇ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા બડા બજરંગ ફાઉન્‍ડેશનના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે આજે તા. ૮ મે વિશ્વ થેલેસેમીયા દિવસ છે. વિશ્વની સૌથી મોટી અને ભયંકર બીમારી કોઇ હોય તો તે થેલેસેમીયા છે. થેલેસેમીયાગ્રસ્‍ત હોય તેને જીવનભર બ્‍લડ ચડાવવાની જરૂરીયાત ઉભી થાય છે. સાથે દરરોજ ૧૦ થી ૧૫ ટેબ્‍લેટ પણ પીવી પડે છે. શારીરિક વિકાસને પણ અવરોધ આવે છે.

આવા દર્દીને શરૂઆતમાં એક મહીને અને બાદમાં ૧૫ દિવસે એમ ક્રમશઃ બ્‍લડ ચડાવવાનો ગાળો ઘટતો જાય છે. આવી બિમારીનો કોઇ ભોગ ન બને તે માટે અવેરનેશની જરૂર છે. ત્‍યારે આ સંસ્‍થા લોકોને જાગૃત થવા અપીલ કરે છે. યુવા વયે થેલેસેમીયા ટેસ્‍ટ કરાવી લેવામાં આવે તો ઘણી સજાગતા આવી શકે અને આ રોગને મહદઅંશે કાબુમાં લઇ શકાય. તેવુ સંસ્‍થાના આગેવાનોએ જણાવ્‍યુ હતુ.

આવા દર્દીઓને રકતની જરૂર પડતી હોય આ સંસ્‍થા સમયાંતરે બ્‍લડ ડોનેશનના કાર્યક્રમો આપે છે. આવુ આયોજન કરવા ઇચ્‍છુકોએ બડા બજરંગ રકતદાતા ગ્રુપના મો.૯૪૨૬૫ ૦૯૯૯૬ (વિજયભાઇ) અને મો.૮૧૨૮૮ ૮૮૮૩૫ (કલ્‍પેશભાઇ) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા થેલેસેમીયા મેજર હિરેન એન. મંગલાની, અમિત પરમાર, ભગવતી વાઘેલા, પંકજ અમેઠીયા તેમજ બાજુમાં સંસ્‍થાના કલ્‍પેશ ગમારા અને વિજય ચતવાણી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:10 PM IST)