તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
આજીડેમ અમુલ સર્કલ પાસે ડેપોમાં સીટી બસમાં આગ
ફાયર બ્રિગેડ સ્ટાફે આગ બુઝાવીઃ આજુબાજુમાં પડેલી ૧રપ બસ બચાવી લેવાઇ

રાજકોટઃ આજી ડેમ પાસે અમુલ સર્કલ પાસે આવેલા સીટી બસના ડેપોમાં ત્રંબા-રેલનગર રૂટની જીજે.૩એટી-૯પ૭ર નંબરની સીટી બસ ગેઇટ પાસે ઉભી હતી ત્યારે તેમાં એકાએક આગ લાગતા ડેપો મેનેજર તથા અન્ય બસના ચાલકો સહિતના લોકો એકઠા થઇ ગયા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ કાબુમાં ન આવતા કોઇએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના ફાયરમેન શૈલેષભાઇ, અભયસિંહ, જીજ્ઞેશભાઇ તથા જગદીશભાઇ સહિત એક ફાયર સાથે સ્થળ પર પહોંચી આગને કાબુમાં કરી હતી. આગમાં આખી બસ બળીને ખાક થઇ ગઇ હતી. ફાયર બ્રિગેડ સ્ટાફે બસની આજુબાજુમાં પડેલી ૧રપ બસોને બચાવી લીધી હતી.
(3:11 PM IST)










