<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

મતદાન અને કન્‍યાદાન એક પવિત્રતાનું પર્વ છે.... મનોદિવ્‍યાંગ દિકરીઓનું મતદાન અંગે જાગૃતિ અભિયાન

રાજકોટ : ગઇકાલનો દિવસ લોકશાહી પર્વ ઉત્‍સવ તરીકે ઉજવવામાં આવેલ. એકરંગ સંસ્‍થાની મનોદિવ્‍યાંગ દિકરીઓ સંસ્‍થાના પ્રમુખ શ્રી દિપીકાબેન પ્રજાપતિ સાથે મતદાન કરીને આપણા સમાજના સામાન્‍ય નાગરિકોને લોકશાહી પર્વ અવસર નિમિત્તે પોતાના મત આપવાના અધિકાર પ્રત્‍યે જાગૃતિ લાવવા માટે ઠેર-ઠેર સ્‍ટોલ રાખીને નારા તથા બેનર દ્વારા ૧૮ વર્ષથી ઉપરના નાગરિકોને મત આપવા માટે જાગૃત કરવામાં આવ્‍યા હતા.  ભારતમાં લોકશાહી પધ્‍ધતિની સરકાર છે અને ભારતીય બંધારણ મુજબ મતદાન એક મહત્‍વની પ્રક્રિયા છે. જેમાં મતદાતા મુખ્‍ય ભૂમિકા ભજવે છે. મતદાનમાં મત આપવો એ વ્‍યકિતગત કાર્ય છે જેથી દરેક નાગરિકને મત આપવાનો અધિકાર છે અને મતદારે તેનો યોગ્‍ય ઉપયોગ કરવો જોઇએ. લોકશાહી માટે ચૂંટણી જરૂરી છે અને ચુંટણી માટે મતદાન ખુબ જ જરૂરી છે. એકરંગ સંસ્‍થાની મનોદિવ્‍યાંગ દિકરીઓને આજના પવિત્ર દિવસે સામાન્‍ય નાગરિકોને મતદાન મથક પર જઇ પવિત્ર ફરજ બજાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવી સમાજમાં અસામાન્‍ય દિકરીઓ દ્વારા સામાન્‍ય નાગરિકોને જાગૃતિ લાવવા માટે સામાન્‍ય જનતા સુધી નોંધપાત્ર સંદેશ પહોંચાડયો છે.  એકરંગ સંસ્‍થાની મનોદિવ્‍યાંગ દિકરીઓ સવારના ૭ વાગ્‍યાથી સાધુવાસવાણી રોડ પર રાજપેલેસ ચોક પાસે, યુનિવર્સિટી રોડ પર એચ. પી. પેટ્રોલ પંપ પાસે, તેમજ રૈયા રોડ પર આલાપ ગ્રીન સીટી પાસે સ્‍ટોલ રાખી હાથમાં બેનર રાખી અને સુત્રોચ્‍ચાર કરી પヘમિ રાજકોટના સામાન્‍ય નાગરિકોને મતદાન કરવા પ્રેરણા મળે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવેલ હતું.

(3:21 PM IST)