તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
શુક્રવારે અખાત્રીજના શુભ દિને ભગવાન પરશુરામનો જન્મોત્સવ ઉજવવા સૌરાષ્ટ્ર-કચ્છના ભૂદેવોમાં અનેરો થનગનાટ
ભગવાન પરશુરામે પળથ્વીને ૨૧ વખત જીતી ગુરૂ ઋષિ કશ્યપને પૃથ્વીનું દાન કરી દીધુ હતુઃ તેજસ ત્રિવેદી

રાજકોટ : આગામી તા. ૧૦મી મે શુક્રવારના રોજ અખાત્રીજના શુભદિને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ચિ. ભગવાન પરશુરામનો જન્મોત્સવ આવી રહેલ છે જેની ઉજવણી રાજકોટ શહેર તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના ભૂદેવો દ્વારા અનેરા થનગનાટ અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવશે. ગામે ગામ અલગ-અલગ બ્રહ્મ સંસ્થાઓ દ્વારા વિવિધ સાંસ્કળતિક કાર્યક્રમો, યજ્ઞો, પુજન-અર્ચન કરી ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
ભુદેવ સેવા સમિતિના સ્થાપક બ્રહ્મ યુવા અગ્રણી તેજસ ત્રિવેદી જણાવે છે કે મહાવૈરાગી અકિંચન બ્રાહ્મણ એવા પરશુરામે ૨૧ વખત જીતેલી પળથ્વીને પોતાના ગુરૂ ઋષિ કશ્યપને દાન કરી દીધું હતું અને પોતે તપ કરવા મહેન્દ્ર પર્વત પર ચાલ્યા ગયા હતા. ભગવાન પરશુરામ માતળ-પિતળ આશા પાલનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમજ ભિષ્મ દ્રોણ તથા કર્ણ જેવા મહારથીઓના ગુરૂ ચિ. પરશુરામ હતા, શૌર્ય હતા તથા જ્ઞાનના પ્રતિકનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વિષ્ણુ પુરાણમાં જણાવ્યા અનુસાર અખાત્રીજના ઉપવાસ કરવાથી મળત્યુ ઉપરાંત બ્રહ્મ લોકમાં સ્થાન મળે છે અને પરિભ્રમણ થતા રામ સમાન સુખ મળે છે.
પરશુરામ ભગવાનનો જન્મોત્સવ અખાત્રીજના દિવસે હોય બ્રહ્મ સમાજમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ હોય અલગ અલગ પરશુરામ ભગવાનના પંડાલોનું સ્થાપન કરવામાં આવતું હોય છેલ્લા દિવસે એટલે કે તા. ૧૦ ના અખાત્રીજના પરંપરાગત ગામોગામ નીકળતી શોભાયાત્રામાં બ્રહ્મ. પરિવારો એક બની સમાજને મજબુત અને સંગઠીત બનાવી સૌ સાથે મળી ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી કરશે તથા ઘરે ઘરે સવારે યજ્ઞ અને ફરસી (શષા) પુજન કરી ભગવાન પરશુરામની શોભાયાત્રામાં તમામ બ્રહ્મ પરિવારો સંગઠીત થઈને એક તાતણે બાંધી ઉજવણી કરેલ તેજસ ત્રિવેદી દ્વારા અનુરોધ કરાયો છે.
(3:14 PM IST)










