તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
જૈન વિઝન દ્વારા મતદાનને વેગ આપવા ૩૫ દેરાસરો- ઉપાશ્રયોમાં નવકારશી યોજાઇ

રાજકોટ તા.૮: વર્ષોની પરંપરા મુજબ પંચાયતથી લઈ પાર્લમેન્ટ સુધીની ચુંટણીમાં લોકશાહી મહાપર્વની ઉજવણીનાં ભાગરૂપે રાષ્ટ્ર ધર્મ માટે જૈન વિઝન ટીમ તથાં નવકારશી સંકલન સમિતિએ ધર્મ સત્તાની સાથે રાજસત્તા માટે સમસ્ત રાજકોટના તેમજ વાંકાનેરના જૈન ઉપાશ્રય તથાં દેરાસરોમાં શાતાકારી નવકારશીનુ આયોજન કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી પ્રેરણાત્મક અભિગમ અપનાવેલ હતો.
સમગ્ર આયોજન મતદાન એટલે રાષ્ટ્રનું ચણતર અને મત (દાન ), આરાધના જૈન વિઝનનું અનોખું આયોજનની સરહના થયેલ લોકશાહી મહાપર્વને મતદાન કરીને સાચા અર્થમાં ઉજવા અનોખું આયોજનન સંકલન કરતા મિલન કોઠારી, ભરત દોશી મયુર શાહ દ્વારા કરાયેલ.
અભૂતપૂર્વ શાતાકારી નવકારશીના આયોજનમાં ૧૫ હજાર લોકોએ લાભ લીધેલ હતો. રાજકોટ અને વાંકાનેર સુધી નજીકનાં ઉપાશ્રય દેરાસર ખાતે ર્ંનવકારશીનું આયોજન કરવામાં આવેલ. આ મહાપર્વની મોટી ઉજવણી સમગ્ર જૈન જૈનતરો કરેલ અત્યારે આપણો દેશ વિકસિત છે, વિકાસની હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે, સમસ્ત જૈન સમાજને મતદાન કરવા અપીલ બોહળો પ્રતિસાદ મળેલ હતો. અને સવારે ૧૧ કલાક સુધીમાં જ મતદાનની સ્વયંભુ ફરજ નિભાવેલ.
સમગ્ર આયોજન જૈન અગ્રણી જ્યોતિન્દ્રભાઈ મહેતા (મામાં ) ચંદ્રકાન્તભાઈ શેઠ, દિનેશભાઇ પારેખ, પ્રવીણભાઈ કોઠારી, કિશોરભાઈ દોશી, જયેશભાઇ શાહ અને સુનિલભાઈ શાહ દ્વારા માંગદર્શન મળી રહેલ છે. જૈન વિઝન દ્વારા આ તકે ચારેય ફિરકાના આગેવાનો સ્થાનકવાસી અને મૂર્તિપૂજક દેરાસરના આગેવાનો અને તેમજ ટ્રસ્ટ્રીશ્રીઓ તેમજ વાંકાનેર જૈન સમાજના આગેવાનોનો સહકાર બદલ ખાસ આભાર મનાયો છે.
સમગ્ર આયોજનમાં ટિમ નવકારશીના આયોજનમાં મહેશભાઇ મણિયાર, સુનિલભાઇ કોઠારી, અનીષભાઇ વાઘર, ડોલરભાઇ કોઠારી, ગીરીશભાઇ મહેતા, અજીતભાઇ જૈન સમગ્ર આયોજન સફળ બનવા ભારે જહેમત ઉઠાવેલ હતી. સમગ્ર આયોજનને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ભરતભાઇ કાનપુરા તેમજ ડો.બ્રિજેશ પટેલ સહિતના અગ્રણીઓએ બીરદાવ્યું હતું.
(3:31 PM IST)










