<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

મિલ્‍કત ટેંગીગ કામમાં એજન્‍સીની બેદરકારી : ૬૦ હજારનો સર્વે ફરી કરવા સુચના

શહેરનો ૪.૩૦ લાખ પ્રોપર્ટીના કામ પૂર્ણ : હજુ ૧.પ૦ લાખનું કામ બાકીઃ આ યોજનાથી ગુગલ મેપ પર તમામ રેકોર્ડ મળશે

રાજકોટ તા. ૮ :.. ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કામગીરી વધુ અસરકારક બને તે માટે મનપા તંત્રએ આગવા અભિગમ સાથે અનેક પ્રોજેકટ-યોજના અમલી બનાવી છે. ત્‍યારે તમામ મીલ્‍કતની માહિતી ગૂગલ મેપ પર મળી રહે તે હેતુની શહેરમાં ખાનગી એજન્‍સી પ્રોપર્ટી  ટેગીંગનું કામ કરી રહી છે.

પરંતુ આ કામમાં બેદરકારી જોવા મળતા ૬૦ હજાર પ્રોપર્ટીનો સર્વે ફરી કરવા મ્‍યુનિ. કમિશનરે  સુચના આપી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મનમા તંત્ર દ્વારા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખાનગી એજન્‍સી પાસે પ્રોપર્ટી ટેંગીગનું કામ કરાવવામાં આવી રહ્યુ છે. જેમાં અત્‍યાર સુધીમાં ૪.૩૦ લાખ મીલ્‍કતોનો સર્વે પુર્ણ થયો છે. જયારે ૧.૩૦ લાખ પ્રોપર્ટીનું  ટેગીંગ બાકી છે. આ કામ એજન્‍સીના કર્યા બાદ મના તંત્ર દ્વારા ક્રોશ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

આ ચેકીંગ દરમ્‍યાન શહેરના ૧૮ વોર્ડ પૈકી ૧૪ વોર્ડમાં કુલ પ૯,પ૧૭ મિલ્‍કત સર્વેમાં બેદરકારી જોવા મળતા મનપા તંત્ર દ્વારા એજન્‍સીને ફરી કામ કરવા સૂચના આપવામાં આવી છે.

પ્રોપર્ટી ટેગીંગથી શું ફાયદો

આ યોજનાથી અમલવારીથી તમામ મિલ્‍કતની સંપૂર્ણ વિગત ગુગલ મેપ (સેટેલાઇટ) મારફત જોવા મળી શકશે. કોઇ મિલ્‍કત ધારક કામ માટે અરજી કરશે તો કેટલી રકમ બાકી છે. કયાં વિસ્‍તારમાં કેટલા મકાન છે. સંપૂર્ણ માહિતી જોવા મળશે.

(4:12 PM IST)