તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
હમ નહિં સુધરેંગે ૨ દિ'માં ૧૧૩ વેપારીઓ ગંદકી- પ્લાસ્ટીક ઉપયોગ કરતા ઝડપાયા
૭ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત : ૩૦ હજારનો દંડ

રાજકોટ,તા.૮ : મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે ૨ દિવસ દરમિયાન ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. ૬ થી ૭ ના ત્રણેય ઝોનમાંથી કુલ ૧૧૩ આસામીઓ પાસેથી ૬.૫૩ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૩૦૦૮૪નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૩૬ આસામીઓ પાસેથી ૦.૮ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૬૭૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૪૯ આસામીઓ પાસેથી ૪.૯૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૬૫૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૮ આસામીઓ પાસેથી ૦.૭૮ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૬૮૩૪નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
આ કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રી આનંદ પટેલની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપિ્નલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.
(4:15 PM IST)










