<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

પરશુરામ જયંતી વિશેષ : વિષ્‍ણુનો એક માત્ર અવતાર જેનું મૃત્‍યુ નથી થયું

પરશુરામ સદેહે ઓડિસાના પર્વત પર સાધનામાં લીન

પરશુરામના પિતા બ્રહ્માજીના વંશ જ હતા : પરશુરામ ઓડિસાના મહેન્‍દ્રગિરિ પર્વત પર તપસ્‍યામાં લીન હોવાનું માનવામાં આવે છે

ભારતના પ્રાચીન હિન્‍દુ શાષાોમાં દર્શાવ્‍યા અનુસાર કળયુગના અંત સુધી પૃથ્‍વી પર વિહરનારા સપ્તરૂષિ એટ્‍લે કે સાત ચિરંજીવીઓમાંના એક એવા ભગવાન શ્રી પરશુરામ એ પ્રભુ શ્રીરામ પહેલાનો ભગવાન વિષ્‍ણુનો છઠો અવતાર છે જે કળયુગમાં ‘કલકી' રૂપે જન્‍મ લેનારા ભગવાન વિષ્‍ણુના દસમા અને છેલ્લા અવતારના ગુરૂ તરીકે પ્રસ્‍થાપિત થઈને તેમના જીવનનું મૂલ્‍ય સાર્થક કરવા સાથે તેમનો ધ્‍યેય સિદ્ધ કરશે.

પરશુરામનો મતલબ આપણાં દેશની સૌથી પ્રાચીન ગણાતી સંસ્‍કૃત ભાષામાં દર્શાવ્‍યા મુજબ ‘પરશુ' એટ્‍લે કુહાડી અને તેની સાથે ઉભેલા ‘રામ' એટ્‍લે પરશુરામ એવો અર્થ થાય છે.

‘પરશુ' એ શિવ, દુર્ગા અને ગણેશનું સૌથી પસંદીદા હથિયાર છે જેને તેઓએ ધારણ કરેલું છે અને આજ ‘પરશુ' એ ભગવાન પરશુરામની ઓળખ સમું તેમનું સૌથી ઘાતક હથિયાર પણ છે.

પરશુરામ સાથે કાયમ રહેતું તેમનું આ અમોઘ અષા ‘પરશુ' એટ્‍લે કે કુહાડી એ અસલમા વિદ્યુદાભિ નામનું ભગવાન શિવનું અત્‍યંત વિનાશકારી શષા ‘પરશુ' છે જે તેમને ભગવાન શિવે તેમના દ્વારા કરવામાં આવેલ તેમની ઘોર તપસ્‍યા બાદ તેમના પર પ્રસન્ન થઈને તેમને વરદાનરૂપે આપેલુ હતું.

આમ શિવજી દ્વારા આપવામાં આવેલ ᅠસૌથી વિનાશક અને લડાયક હથિયાર ‘પરશુ' કાયમ તેમની સાથે રહેતું હોવાથી તેઓ ‘પરશુરામ તરીકે સુવિખ્‍યાત થયા.

હિન્‍દુ પુરાણોમાં દર્શાવ્‍યા અનુસાર ભગવાન પરશુરામના જન્‍મનું કથાનક કંઈક એવું છે કે પરશુરામના પિતા ઋષિ જમદગ્નિ એક મહાન સંત ભાર્ગવના પુત્ર હતા જેઓ બ્રહ્માજીના સીધાજ વંશજ હતા. જમદગ્નિ અને તેમના પત્‍ની રેણુકાએ પરશુરામ પહેલા ચાર પુત્રોને જન્‍મ આપેલો જે ચાર પુત્રો હતા સુમાનવાન, સુહોત્ર, વસુ અને વિશ્વાવાસુ.

હવે પોતાને ત્‍યાં તેમના પાંચમા પુત્ર તરીકે સ્‍વયં શિવજી જન્‍મ લે એવી પ્રબળ ઈચ્‍છા સાથે પ્રખર તપસ્‍વી જમદગ્નિ અને તેમના તપસ્‍વિની પત્‍ની રેણુકાદેવીએ ભગવાન શિવની ઘોર તપસ્‍યા આદરી જેનાથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને આશીર્વાદ આપ્‍યા અને ભગવાન વિષ્‍ણુને તેમને ત્‍યાં જન્‍મ લેવાની વિનંતી કરી.

ભગવાન વિષ્‍ણુએ આને શિવજીનો આદેશ સમજીને તેમને ત્‍યાં તેમના પાંચમા પુત્ર તરીકે અવતરવાની ખાત્રી આપી અને આમ આપણાં સનાતન હિન્‍દુ ધર્મમાં બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશની ત્રિપુટીમાંથી સંરક્ષક દેવ તરીકે ગણાતા ભગવાન વિષ્‍ણુના છઠ્ઠા અવતાર એવા ભૃગુ શ્રેષ્ઠ ભગવાન શ્રી પરશુરામનો જન્‍મ ત્રેતા યુગમાં આજના ભારતના સૌથી સ્‍વચ્‍છ શહેરોમાં છેલ્લા સાત વર્ષોથી પ્રથમ ક્રમે આવતા ઈન્‍દોર શહેર એટ્‍લે કે હાલના મધ્‍ય પ્રદેશ રાજયના ઈન્‍દોર જિલ્લાના ઈન્‍દોર શહેરથી આશરે ૪૮ કિલોમીટર દૂર ઈન્‍દોર - મુંબઈ - હાઇવે પર આવેલ મહુ તાલુકાના જનપાવ કુટી ગામની નજીક સ્‍થિત જનપાવ ટેકરી પર ભાર્ગવ કુળના બ્રાહ્મણ વંશજના જમદગ્નિ ઋષિ અને ક્ષત્રિય વંશજના રાજકુમારી રેણુકાદેવીના પુત્ર રૂપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ થયો હતો અને ત્‍યારથી અક્ષય તૃતીયાને ભગવાન પરશુરામના જન્‍મદિન તરીકે ધામધુમથી ઉજવવામાં આવે છે. 

આમ ભગવાન વિષ્‍ણુ તેમના છઠ્ઠા અવતારરૂપે ભાર્ગવ કુળમાં ઋષિ જમદગ્નિ અને તેમના પત્‍ની રેણુકાને ત્‍યાં રામભદ્ર તરીકે જન્‍મ લીધા બાદ રામ જમદગન્‍ય, રામ ભાર્ગવ અને વીરરામ તરીકે પણ ઓળખાયા. તેમના પિતા બ્રાહ્મણ અને માતા ક્ષત્રાણી હોવાથી તેઓ બ્રહ્મક્ષત્રિય તરીકે પણ ઓળખાયા. પરંતુ, ભગવાન શિવ દ્વારા વરદાનમાં અપાયેલા ‘પરશુ' નામના વિનાશકારી ઘાતક અસ્ત્રની પ્રાપ્તિ બાદ તેઓ ‘પરશુરામ' તરીકે પ્રખ્‍યાત થઈને ભગવાન પરશુરામ તરીકે કાયમને માટે અમર થઈ ગયા.            

‘પરશુરામ'ના જન્‍મ સ્‍થાન એવી આ જનપાવ ટેકરીની ટોચ પર જનપવ જમદગ્નિ નામનો એક આશ્રમ પણ આવેલ છે જે ભગવાન પરશુરામના પિતા જમદગ્નિના આશ્રમ તરીકે જગતભરમાં પ્રખ્‍યાત છે.

પ્રાચીન શાષાોમાં દર્શાવ્‍યા મુજબ પરશુરામ તેમની માતાના હત્‍યારા છે પરંતુ તેમણે તેમની માતાની હત્‍યા કેવા વિપરીત સંજોગોમાં કરી હતી તેની સ્‍પસ્‍ટા અંગેનું કથાનક કંઈક એવું છે કે પરશુરામના માતા રેણુકાદેવી એક પ્રખર તપસ્‍વીની હોવા ઉપરાંત ઘણા પ્રકારની દિવ્‍ય સિધ્‍ધીઆ' ધરાવતા એક દિવ્‍યાત્‍મા પણ હતા. તેમના પિતા રેણુ ત્‍યાંના કૂબજ પ્રાંતના રાજા હતા જેમણે તેમના રાજયના લોકોની શાંતિ અને તેમના સારા સ્‍વાસ્‍થય માટે ધાર્મિક વિધિથી સંપન્ન એવો એક દૈવિક યજ્ઞ કરેલો. આ યજ્ઞના અગ્નિકુંડમાં પ્રજવળતી તેજ અગ્નિધારાઓમાંથી કંચન જેવી સુવર્ણ કાયા ધરાવતી એક પુત્રી ઉત્‍પન્ન થયેલી. આ બાળકી કોઈસ્ત્રીના ગર્ભમાંથી ઉત્‍પન્ન થયેલી ન હોવાથી તે એક આયોનિજ હતી. તેને માં દુર્ગાનો વરદાન સમજીને રાજા રેણુએ તેનું નામ રેણુકા રાખેલું. આમ રેણુકાદેવી અગ્નિમાંથી ઉત્‍પન્ન થયેલા હોય તેમને અગ્નિજા પણ કહેવાય છે.

ઋષિ જમદગ્નિએ તેમના સૌથી નાના અને આજ્ઞાકારી પુત્ર પરશુરામને તેમના માતાનું શિરચ્‍છેદ કરવાની આજ્ઞા આપી. પરંતુ, આવા  વખતે ભગવાન શિવની આરાધના કરી રહેલા પરશુરામ ધર્મસંકટમાં મુકાયા. હવે વૈદિક સંસ્‍કૃતિ મુજબ કોઈપણસ્ત્રીની હત્‍યા કરવી એ મોટું પાપ છે અને તેમાંય પોતાની સગી માતાનો શિરચ્‍છેદ કરવો એ તો મહાપાપ છે અને આવું જધન્‍ય કૃત્‍ય કરનારને કોઈપણ ભવમાં કોઈપણ દેવ પાસે આશરો કે શાંતિ મળતી નથી. બીજી બાજુ પોતાના પિતાની આજ્ઞાનો અનાદર કરવો એ પણ એક મોટો ગુનો અપરાધ સમાન છે.

અંતે પરશુરામે એમ વિચાર્યું કે જો પોતે તેમના ક્રોધિત થયેલા પિતાની આજ્ઞાનો અનાદર કરશે તો તેઓ શ્રાપ આપીને તેમને પણ તેમના અન્‍ય ભાઇઓની માફક પથ્‍થરના બનાવી દેશે.

પરશુરામ તેમના પિતાનું તપોબળ, યોગવિધા અને અન્‍ય દૈવીક  શક્‍તિઓથી સારી રીતે પરિચિત હતા આથી પળનોય વિલંબ કર્યા વગર તેમણે તેમની માતાનો શિરચ્‍છેદ કરવા માટે તેમના પિતાએ આપેલી ફરસી ‘કુહાડી' તેમના તરફ ફેંકી. પરંતુ, આવા વખતે રેણુકાદેવીનો જીવ બચાવવા આગળ આવેલી પાસેના નદીકાંઠા વિસ્‍તારની એક માછીમારસ્ત્રી વચમાં પડતાં બંને સ્ત્રીઓના માથા તેમના ધડથી અલગ થઈ ગયા. 

પોતાના આજ્ઞાકારી પુત્ર પરશુરામ પર ખુબજ ખુશ થયેલા ઋષિ જમદગ્નિએ જયારે પરશુરામને બે વરદાનો માંગવાનુ કહ્યું ત્‍યારે પરશુરામે પહેલા વરદાનમાં તેમની માતા તથા ભાઈઓને પુનઃ જીવિત કરવાનું તથા બીજામાં તેમની માતા તેમનો શિરચ્‍છેદની હકીકત ભૂલી જાય એવું વરદાન માંગ્‍યું. આમ પરશુરામે બુદ્ધિપૂર્વક તેમના પિતાની આજ્ઞાનુ પાલન પણ કર્યું અને તેમની માતા તથા ભાઈઓને પુનઃ જીવિત પણ કરાવ્‍યા. 

પરંતુ, રેણુકદેવીને ફરીથી સજીવન કરતી વખતે ઋષિ જમદગ્નિથી એક ભૂલ એવી થઈ ગઈ કે તેમણે રેણુકાદેવીના શરીર પર પેલી માછીમારસ્ત્રીનું માથું લગાવી દીધું અને તેસ્ત્રીના શરીર પર રેણુકાદેવીનું માથું લગાવી દીધું. હવે ઋષિ જમદગ્નિએ રેણુકાના દેહવાળી સ્ત્રીનો સ્‍વીકાર કર્યો અને રેણુકાના માથાવાળી અન્‍ય સ્ત્રીને દેવી તરીકે પૂજાવાનું વરદાન આપ્‍યું જે દેવી માતા ‘યેલમ્‍મા' તરીકે પ્રખ્‍યાત થયા.

સહષાાર્જુનને માર્યા પછી પિતાની આજ્ઞાથી આ વધનું પ્રાયヘતિ કરવા માટે પરશુરામ જયારે તીર્થ યાત્રા પર ગયા ત્‍યારે પાછળથી આ તકનો લાભ લઈને સહષાાજુનના પુત્રોએ તેમના સહયોગી ક્ષત્રિયોની મદદથી મહર્ષિ જમદગ્નિનું માથું કાપીને તેમની હત્‍યા કરી નાખી, તેમના આશ્રમને બાળી નાખ્‍યો અને તેમાં રહેતા તમામ ઋષિઓને મારી નાખ્‍યા.

એકલા પડેલા માતા રેણુકાનો પોકાર સાંભળીને પરશુરામ પરત આશ્રમ પહોંચ્‍યા અને વિલાપ કરતા માતા પાસે પિતાનું કપાયેલું માથું અને તેના શરીર પર કરાયેલા ૨૧ ઘા જોઈને પરશુરામ ક્રોધે ભરાયા. તેમણે ત્‍યાંજ પ્રતિજ્ઞા લીધી કે તેઓ હૈહવકુળના ક્ષત્રિય વંશની સાથે તેમના સહયોગી તમામ ક્ષત્રિય કુળોનો ૨૧ વખત નાશ કરશે અને પુરાણોમાં ઉલ્લેખ છે કે ભગવાન પરશુરામે તેમનો સંકલ્‍પ પૂરો કર્યો હતો.

અહીં પરશુરામ દ્વારા ૨૧ વખત ક્ષત્રિયોનો નાશ કરવાની સમજ  એવી છે કે પરશુરામે પૃથ્‍વી પરના દરેક ક્ષત્રિઓને નહોતા માર્યા. તેમણે  ફક્‍ત એજ ક્ષત્રિયોને મારેલા કે જેઓ રણભૂમિમાં તેમનો વધ કરવા   તેમની સામે લડવા માટે આવેલા. પરશુરામે ક્‍યારેય કોઈ ક્ષત્રિય બાળકોને કે ક્ષત્રાણીઓના ગર્ભમાં રહેલા શિશુ ક્ષત્રિઓને નહોતા માર્યા.

ભારતના દક્ષિણ વિસ્‍તારોમાં પ્રચલિત દંતકથાઓ અનુસાર સમગ્ર પૃથ્‍વીને ક્ષત્રિય વિહોણી કરી નાખ્‍યા પછી ભગવાન પરશુરામે ઋષિ કશ્‍યપને આખી ધરતી દાનમાં આપી દીધેલી અને પોતે ભગવાન શિવનું તપ કરવા માટે કેરળમાં આવેલા સહિયાદ્રી પર્વત પર ચાલ્‍યા ગયેલા.

પરશુરામની ઘોર તપસ્‍યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને કહેલું કે તેઓ કદલી વનમાં અવતાર લેશે આથી તેઓ ત્‍યાં જઈને તપ કરે. પરશુરામે ત્‍યાં જઈને જોયું કે ધરતી તો સમુદ્રમાં સમાઈ ચુકી છે આથી તેમણે સમુદ્રને કદલી વનની જમીન પોતાને તપ કરવા માટે પરત આપવાનું કહ્યું. પરંતુ સમુદ્રે જમીન પરત આપવાની ના પાડતા પરશુરામે સમુદ્ર પર ક્રોધિત થઈને તેમની ફરસી પૂરી તાકાતથી હવામાં ફેંકી અને પુરાણોમાં કહે છે કે જયાં જયાં પરશુરામની ફરસી ગઈ તે તે જગ્‍યા સમુદ્રએ છોડી દીધી. આમ સમુદ્રએ છોડેલી આ જગ્‍યા ઉપર અસ્‍તિત્‍વમાં આવી પરશુરામ સુષ્ટિ જે ચારેબાજુથી મીઠાથી ઘેરાયેલ હતી. ભગવાન પરશુરામે તેમની તપસ્‍યાના બળથી સાપના ભગવાનને બોલાવ્‍યા અને સાપને તેમના ઝેરથી મીઠાને નિષ્‍ક્રિય કરવા વિનંતી કરી અને આ રીતે આ બધીજ જમીન ફળદ્રુપ બની ગઈ અને ત્‍યારથી તે આજના સમયના કેરળ, કોંકણ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્‍તારો પરશુરામ ક્ષેત્ર અથવા પરશુરામની ભૂમિ તરીકે ઓળખાય છે.

ભગવાન પરશુરામ રામાયણ અને મહાભારતના કેટલાક સંસ્‍કરણોમાં રામ અને કૃષ્‍ણ સાથે સહઅસ્‍તિત્‍વ ધરાવે છે. રામાયણમાં સિતા સ્‍વયંવર વખતે શિવ ધનુષના તૂટવાથી તેઓ ત્‍યાં પ્રગટ થયા હતા અને રામ પોતે વિષ્‍ણુનો અવતાર હોવાનું જ્ઞાત થતાજ તેમની શક્‍તિઓ રામને આપીને મહેન્‍દ્ર પર્વત પર તપસ્‍યા કરવા જતાં રહ્યા હતા તો મહાભારતમા તેઓ ગંગાપુત્ર ભીષ્‍મ, ગુરૂ દ્રોણ અને કર્ણને યુદ્ધ કળાઓમાં પારંગત બનાવે છે. 

કૈલાશ પર્વત પર ભગવાન શિવને મળવા ગયેલા ભગવાન પરશુરામને ગણેશજીએ રોકતા તેમણે ગણેશ સાથેની લડાઈમાં તેમનો  ડાબી બાજુનો દાંત તોડી નાખેલો અને ત્‍યારથી ગણેશજી એકદંત કહેવાયા.

હિંદુ પૌરાણિક ગ્રંથો અને ભાગવત પુરાણમાં દર્શાવ્‍યા અનુસાર ભગવાન વિષ્‍ણુએ પૃથ્‍વી પર લીધેલા દરેક અવતારોમાંથી ભગવાન પરશુરામ તરીકેનો તેમનો છઠો અવતાર એ એવો એકમાત્ર વિષ્‍ણુ અવતાર છે જે ક્‍યારેય મૃત્‍યુ પામ્‍યા નથી અને જે આજની તારીખે પણ ભારતના ઓડીસા રાજયના ગજપતિ જિલ્લામાં આવેલ મહેન્‍દ્રગીરી પર્વત પર શિવની તપસ્‍યામાં લીન થયેલા છે. (૨૧.૩)

કમલ જારોલી

એડવોકેટ એન્‍ડ નોટરી

રાજકોટ

મો. ૮૧૬૦૩ ૧૧૦૧૬

(9:53 AM IST)