<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

સત્તાના અહંકાર સામે ખુમારીથી લડનાર તમામ મતદારોનો આભાર : પરેશ ધાનાણી

રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વિધાનસભા વિરોધ પક્ષના પુર્વ નેતા સતત ચુંટણી કાર્યમાં વ્‍યસ્‍ત રહયા

રાજકોટ, તા., ૮: રાજકોટ લોકસભા વિસ્‍તારના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણીએ લોકસભાની ચુંટણીમાં મતદાન કરનાર સૌ મતદારોનો આભાર માન્‍યો છે.

પરેશભાઇ ધાનાણીએ અકિલા સાથેથી વાતચીતમાં જણાવ્‍યું છે કે સતાના અહંકાર સામે સૌ મતદારોએ ખુમારીથી લડાઇ આપી છે. ભાજપના શાસનથી ત્રસ્‍ત લોકોએ કોંગ્રેસને આવકાર્યુ છે. અને કોંગ્રેસની વિચારધારા સાથે અનેક મતદારો સહમત થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પરેશભાઇ ધાનાણીનું નામ રાજકોટ લોકસભા બેઠક ઉપરથી જાહેર થતાની સાથે જ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તથા મતદારોમાં ઉત્‍સાહનો માહોલ છવાયો હતો. પરેશભાઇ ધાનાણીએ રાજકોટ શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અનેક જાહેરસભાઓ સંબોધી હતી અને કેન્‍દ્ર તથા રાજયની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના રાજમાં લોકો કેવી કેવી મુશ્‍કેલી અનુભવી રહયા છે તે અંગે પણ લોકોને માહિતગાર કર્યા હતા.

પરેશભાઇ ધાનાણીની જાહેર સભાઓમાં પણ લોકો હાંકલ કરીને પરેશભાઇને આવકારતા નજરે પડતા હતા. લોકોના હિત માટે પ્રચાર કાર્ય દરમિયાન સતત રાત-દિવસ લોકસંપર્કમાં તેઓ વ્‍યસ્‍ત રહયા હતા.

પરેશભાઇ ધાનાણીએ જણાવ્‍યું છે કે, રાજકોટ લોકસભાના મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મોટી સંખ્‍યામાં ઉત્‍સાહપુર્વક મતદાન કર્યુ તે માટે તમામ મતદારોનો આભાર માનુ છું.

ચુંટણી દરમિયાન પ્રત્‍યક્ષ કે પરોક્ષ રીતે સાથ સહકાર આપનાર તમામ ભાઇઓ-બહેનો, સામાજીક આગેવાનો, સ્‍નેહીજનો, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંનિષ્‍ઠ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ, વડીલો તથા મિત્રોનો マદયપુર્વક આભાર પરેશભાઇ ધાનાણીએ વ્‍યકત કર્યો છે.

(11:53 AM IST)