<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

૧૮મીએ મનપાનું જનરલ બોર્ડઃ ‘ઔપચારીકતા' બનશે

આદર્શ આચારસંહિતાને કારણે દરખાસ્‍તો અનિર્ણીત રહેશેઃ પ્રશ્નોતરી ચર્ચા નહિઃ વંદેમાતરમ ગાન કરી બોર્ડ મીટીંગ આટોપી લેવાશે

રાજકોટ તા. ૯ : મ્‍યુનિ. કોર્પોરેશનમાં દર બે મહિને મળતી જનરલ બોર્ડની બેઠક આગામી તા.૧૮ના શનીવારે સવારે ૧૧ વાગ્‍યે મનપા કચેરીના બીજા માળે આવેલ સભાગૃહમાં યોજવા માટે સેક્રેટરી શ્રી રૂપારેલિયા દ્વારા એજન્‍ડા પ્રસિધ્‍ધ કરાયો છે પરંતુ આચારસંહિતા હોવાથી પ્રશ્નોત્તરી નહિ થાય. હાલમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતા અમલમાં છે ત્‍યારે નિયમ મુજબ આ તમામ દરખાસ્‍તોને પેન્‍ડીંગ રાખવી પડશે.

આ અંગે સત્તાવાર પ્રાપ્‍ત માહિતી મુજબ આગામી જનરલ બોર્ડે પ્રસિધ્‍ધ થયેલ એજન્‍ડામાં રાજકોટ મહાનગરપાલિકાની ટી.પી. સ્‍કીમ નં. ૩ નાના મવા, અંતિમ ખંડ નં. ૪ પૈકી (વાણીજ્‍ય વેચાણ) હેતુ પ્‍લોટની ફાળવણી રદ કરવા, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સંવર્ગની જગ્‍યાઓ ઉપર સીધી ભરતી અને બઢતીથી નિયુકત થતાં કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ અનુસાર પગાર બાંધણી કરતા ઉદ્‌ભવેલ વિસંગતતા દુર કરવા, રાજકોટ મહાનગરપાલિકાની માર્કેટ શાખામાં ‘‘એન્‍ક્રોચમેન્‍ટ રિમુવલ ઇન્‍સ્‍પેકટર'ની હંગામી ઉપસ્‍થિત કરેલ ૯ જગ્‍યાઓને કાયમી સ્‍ટાફ સેટઅપમાં સમાવેશ કરવા, શહેરના વોર્ડ નં. ૧૨માં વાવડીને લાગુ રામનગર વિસ્‍તારમાં પીવાના પાણીની સગવડતા આપવા તથા રાજકોટ મહાનગરપાલિકાની હદમાં કડીયાનાકાથી નજીકના વિસ્‍તારમાં શ્રમિક બસેરા માટે જમીન ફાળવવા સહિતની કુલ પાંચ દરખાસ્‍તોનો સમાવેશ થાય છે.

જો કે ઉપરોકત તમામ દરખાસ્‍તો પેન્‍ડીંગ રાખવાની ફરજ પડી હતી. કેમકે ૮મીએ ચૂંટણીના પરિણામ સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહેશે. એટલું જ નહી પ્રશ્નોત્તરી પણ નહી થઇ શકે. આમ, આજની જનરલ બોર્ડ મીટીંગ માત્ર વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જ મળી હતી.

(3:15 PM IST)