<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

તળપદા કોળી પટેલ યુવા મંચ દ્વારા કાલે સમુહલગ્ન

આજી ડેમ ગ્રાઉન્‍ડમાં સમીયાણો : ૧૯ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે : સૌપ્રથમવાર આયોજન

રાજકોટ તા. ૯ : તળપદા કોળી પટેલ યુવા મંચ રાજકોટ દ્વારા કાલે તા. ૧૦ ના ગુરૂવારે સમુહલગ્નનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા યુવા મંચના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે આ અમારૂ સૌપ્રથમવાર આયોજન છે. કાલે તા. ૧૦ ના શુક્રવારે આજી ડેમ ગ્રાઉન્‍ડ, આજી ડેમ ચોકડી પાસે, ભાવનગર હાઇવે ખાતે આયોજીત આ સમારોહમાં ૧૯ યુગલો સમુહમાં લગ્નગ્રંથીથી જોડાશે.

કાલે શુક્રવારે સવારે ૭ કલાકે જાન આગમન, ૮.૩૦ વાગ્‍યે સામૈયા, ૧૦.૪૫ કલાકે હસ્‍ત મેળાપ, ૧૧ વાગ્‍યે સંતો મહંતોના આશીર્વાદ અને બપોરે ૧.૩૦ વાગ્‍યે જાનને વિદાય અપાશે.

દિપપ્રાગટય પ્રસંગે કાળાસરના મહંત શ્રી વાલજી ભગત, આણંદપુરની જગ્‍યાના મહંતશ્રી મોહનબાપુ ભગત, સંતરગની જગ્‍યાના મહંતશ્રી હરીરામ બાપુ, હડમતીયા જગ્‍યાના મહંતશ્રી કાળુ બાપુ, સાળંગપુરના શ્રી આર્યન ભગત, દેવાબાપાની જગ્‍યા ઠીકરીયાળાના મહંતશ્રી  વીરજી ભગત ઉપસ્‍થિત રહેશે.

અવસરના ઉદ્દઘાટક તરીકે રાજકોટ શહેર ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી રમેશભાઇ પરમાર અને આર.એમ.સી. વિપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી તેમજ અન્‍ય સમાજ આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

તમામ દિકરીઓને સોનાની ચુક, પાનેતર, તપેલા સેટ, પ્રેસર કુકર સહીત જીવનજરૂરી વસ્‍તુઓ કરીયાવરમાં અપાશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા તળપદા કોળી પટેલ યુવા મંચના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વીનુભાઇ માલકીયા, નીખીલભાઇ ભડેલીયા, મુકેશભાઇ મેર, સુધીરભાઇ મકવાણા, પરસોતમભાઇ ભરાડીયા, નીલેશભાઇ જમોડ (મો.૭૪૫૦૦ ૬૭૦૦), વીનુભાઇ ચૌહાણ, હકાભાઇ સોરાણી, વિજયભાઇ રાઠોડ, ભુપતભાઇ રાઠોડ નજરે પડે છે.

(2:31 PM IST)