<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ધોળકીયાના ધુમ-ધડાકાઃ સાયન્‍સ-કોમર્સ પ્રવાહમાં બોર્ડમાં ૧૦ વિદ્યાર્થી ભાઇ-બહેનો ઝળકયાઃ ધોળકીયા બંધુઓ ખુશખુશાલ

રાજકોટઃ આજે ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્‍ય પ્રવાહનું પરીણામ જાહેર થયું છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોળકીયા સ્‍કૂલે સમગ્ર રાજકોટ-ગુજરાતમાં ફરી વિજય ડંકો વગાડી દીધો છે, ધો. ૧ર સાયન્‍સ-કોમર્સ પ્રવાહમાં બોર્ડમાં ફર્સ્‍ટ નંબરે ૧૦ વિદ્યાર્થી ભાઇ-બહેનો ૯૯.૯૯ પીઆર સાથે ઝળકી ઉઠતા ધોળકીયા સ્‍કૂલ ગ્રુપને ચાર ચાંદ લાગી ગયા છે. આજે સ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓ-વાલીઓ-શિક્ષકો તથા ખૂદ ધોળકીયા બંધુઓ ક્રિષ્‍ણકાંત ધોળકીયા, જીતુભાઇ ધોળકીયા નાચી ઉઠયા હતા, ખુશખુશાલ બન્‍યા હતા, વિદ્યાર્થીઓએ સ્‍કૂલો ગજવી મૂકી હતી, ફટાકડાના ધૂમ ધડાકાથી વાતાવરણ ઝૂમી ઉઠયું હતું, ધોળકીયાની રાજકોટ તથા બહારગામની તમામ સ્‍કૂલોનું રીઝલ્‍ટ ૧૦૦ ટકા સાથે ફર્સ્‍ટ નંબરે રહ્યું છે, A-1ગ્રેડમાં પણ ઢગલાબંધ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે, ગુજકેટમાં પણ ધોળકીયામાં અભ્‍યાસ કરી ચૂકેલા સંખ્‍યાબંધ વિદ્યાર્થી ભાઇ-બહેનોએ ઝળહળતી સફળતા મેળવી હોવાનું સ્‍કૂલની ખાસ યાદીમાં ઉમેરાયું છે, તસ્‍વીરમાં ધોળકીયા બંધુઓ સાથે બોર્ડમાં ઝળકેલા વિદ્યાર્થીઓ તથા ચાલી રહેલ રાસ-ગરબા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:24 PM IST)