તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
પીરવાડી પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળીઃ હાથ પર કાનૂડો ત્રોફાવેલો છે
વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૯: શહેરના ગોંડલ રોડ પર પીરવાડી પાસે લિજ્જત પાપડ નજીકથી તા.૭/૫ના રોજ અજાણ્યા આશરે ૪૫ વર્ષના આધેડ બેભાન મળતાં ૧૦૮ને જાણ કરાઇ હતી. તેના તબિબ જ્યોત્સાબેને તેમને મૃત જાહેર કરી આજીડેમ પોલીસને જાણ કરતાં પીએસઆઇ એ. આર. રાઠોડે કાર્યવાહી કરી હતી. મૃતકના જમણા હાથે કાનુડો ત્રોફાવેલો છે. ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. તસ્વીરમાં દેખાતા મૃતકના સગા સંબંધી હોય તો આજીડેમ પોલીસનો ફોન-૬૩૫૯૬ ૨૯૮૮૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે
(2:45 PM IST)










