<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

માનસિક વિકલાંગ બાળકો માટે સેતુ વર્કશોપ એન્‍ડ હોબી સેન્‍ટર દ્વારા નિઃશુલ્‍ક સમર કેમ્‍પ

રાજકોટ તા. ૯ : માનસિક રીતે વિકલાંગ બાળકો માટે કાર્યરત સેતુ વર્કશોપ એન્‍ડ હોબી સેન્‍ટર દ્વારા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનના સહયોગથી તા. ૮ થી ૧૮ સુધી સાંજે પ.૩૦ થી ૭.૩૦ ન્‍યુ એરા સ્‍કુલ, સદ્દગુરૂ કોમ્‍પલેક્ષની સામે, રૈયા રોડ ખાતે ૮ માં સમર કેમ્‍પનું આયોજન કરેલ છે.જેમાં મેન્‍ટલી એન્‍ડ ફીઝીકલી ચેલેન્‍જ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.

૧૦ દિવસના આ સમર કેમ્‍પમાં બાળકોને કલરીંગ, વિવિધ જાતના ક્રાફટ, યોગ, પીકનીક, મેઇક એન્‍ડ ઇટ ફુડ એકટીવીટી કરાવી તેનામાં રહેલી શક્‍તિ બહાર આવે તેવા પ્રયાસો કરાશે. આ વખતના સમર કેમ્‍પમાં આર્ટ એકટીવીટીનો એક નવતર પ્રયોગ પણ હાથ ધરાયો છે.

ઉલ્લેખનીય છે કે આ બાળકો માટે અગાઉ માઉન્‍ટેન્‍ડ પોલીસ લાઇનમાં રાઇડીંગ કલબના સહયોગથી અશ્વ શો નિહાળવાની વ્‍યવસ્‍થા કરાઇ હતી. આ વર્ષે અટલ સરોવરની મુલાકાત ગોઠવાઇ રહી છે. આ બાળકોને જે એકટીવીટી કરાવવામાં આવે છે તેનું મટીરીયલ પણ સેન્‍ટરમાંથી નિઃશુલ્‍ક અપાય છે. ઉપરાંત દરરોજ ગરમ નાસ્‍તો અને છેલ્લે દિવસે શ્‍યોર ગીફટ અપાશે. વધુને વધુ સંખ્‍યામાં માનસીક વિકલાંગ બાળકોને આ સમર કેમ્‍પમાં જોડવા સેતુ વર્કશોપ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

(2:50 PM IST)