<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

શનિ-રવિ દશનામ સમાજના ભાઇઓ માટે ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્‍ટઃ ૧૪ ટીમો ભાગ લેશે

બે દિ'માં કુલ ૧૩ મેચો, ચેમ્‍પિયન ટીમને રોકડ પુરસ્‍કાર અપાશે

રાજકોટ તા. ૯: દશનામ સમાજના ભાઇઓ માટે ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન થયું છે બે દિવસમાં કુલ ૧૩ મેચો રમાશે. બેસ્‍ટ બેટર, બેસ્‍ટ ફીલ્‍ડર, બેસ્‍ટ બોલર સહિત ચેમ્‍પિયન ટીમને રોકડ પુરસ્‍કાર આપવામાં આવશે.

જેમ્‍સી એજયુ એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા દશનામ અતીત યુવા સેના દ્વારા આયોજીત દશનામ સમાજના ભાઇઓ માટે ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્‍ટ ર૦ર૪ આયોજન તા. ૧૧ અને તા. ૧ર (શનિ-રવિ) દરમીયાન શહેરના (પરા પીપળીયા) ક્રિષ્‍ના ગ્રાઉન્‍ડ ખાતે કરવામાં આવશે. ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ૧૪ ટીમો રાજકોટ જીલ્લા ટીમ રમવાની છે. વિજેતા ટીમને રોકડ પુરસ્‍કાર આપવામાં આવશે.

આયોજનમાં મનીષગીરી એલ. ગોસાઇ, શૈલેશગીરી ગોસાઇ, હિરેનગીરી ગોસાઇ, કાર્તીકગીરી ગોસાઇ, પ્રફુલ પર્વત ગોસાઇ, ભરતગીરી ગોસાઇ, ઉમેશગીરી ગોસાઇ, રાહુલગીરી ગોસાઇ, પીન્‍ટુપરી ગોસાઇ, હિતેશ ભારથી, અજય ભારથી, જીજ્ઞેશ વર્તન જોડાયા છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:05 PM IST)