<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

પરશુરામ જન્‍મોત્‍સવ નિમિતે કાલે જાજરમાન શોભાયાત્રા

પંચનાથ મહાદેવ મંદિરેથી પ્રારંભ : પરશુરામધામ વેજાગામ ખાતે સમાપન : ૫૧ થી વધુ ફલોટસ જોડાશે : બ્રહ્મસેના દ્વારા સામાકાંઠે ધર્મયાત્રા અને બ્રહ્મદેવ સમાજ દ્વારા પારીજાત પાર્ટીપ્‍લોટમાં મહાઆરતી ફરસી રાસ

રાજકોટ તા. ૯ : બ્રાહ્મણોના આરાધ્‍ય દેવ ભગવાન શ્રી પરશુરામ જન્‍મોત્‍સવ નિમિતે મહોત્‍સવ સમિતિ ત્રિકોણબાગ દ્વારા કાલે જાજરમાન શોભાયાત્રાનું આયોજન કરાયુ છે.

૫૧ થી વધુ ફલોટસ સાથેની આ શોભાયાત્રાને કાલે સાંજે ૪ વાગ્‍યે પંચનાથ મહાદેવ મંદિરથી પ્રસ્‍થાન કરાવાશે. સાંજે પરશુરામધામ વેજાગામ ખાતે સમાપન થશે. જયાં મહાઆરતી અને બ્રહ્મભોજનનું આયોજન કરાયુ છે.

શોભાયાત્રામાં ૪૦ હજારથી વધુ બ્રહ્મબંધુઓ અને અલગ અલગ બ્રાહ્મણ સંગઠનો તેમજ અન્‍ય જ્ઞાતિના લોકો પણ જોડાશે.

મહોત્‍સવના આ વર્ષના કન્‍વીનર ધનંજયભાઇ દવે, સહ કન્‍વીનર પ્રતિકભાઇ બલભદ્ર, સંયોજક આશિષભાઇ મહેતા, ખજાનચી વિમલભાઇ દવે, વ્‍યવસ્‍થાપક જીજ્ઞેશભાઇ ઉપાધ્‍યાયની આગેવાનીમાં સમિતિના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

શોભાયાત્રા પંચનાથ મહાદેવ મંદિર ખાતેથી સાંજે ૪ વાગ્‍યે પ્રસ્‍થાન થયા બાદ ત્રિકોણબાગ, માલવીયા ચોક, યાજ્ઞીક રોડ, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, રૈયા રોડ, હનુમાનમઢી ચોક, રૈયા ચોકડીથી પરશુરામધામ વેજાગામ જઇ ત્‍યાં સમાપન પામશે.

બ્રહ્મસેના દ્વારા કાલે સવારે ધર્મયાત્રા

બ્રહ્મસેના દ્વારા સ્‍થાપના દિવસ અને અખાત્રીજ નિમિતે તા. ૧૦ ના પરશુરામ જન્‍મોત્‍સવની ઉજવણી કરાશે. સવારે ૮.૩૦ થી કર્મકાંડી બા્રહ્મણો દ્વારા શાષાોકત વિધિથી પૂજા થશે. પાણીનો ઘોડો, પેડકરોડથી ધર્મયાત્રા યોજવામાં આવશે. જે પટેલ વાડી, ભાવનગર રોડ, પાંજરાપોળ, રામનાથપરા ગરૂડની ગરબી ચોક, હાથીખાના, પેલેસ રોડ, ભુપેન્‍દ્રરોડ, બાલાજી મંદિર, ત્રિકોણબાગ, લીમડા ચોક, મોટી ટાંકી ચોક, અકિલા પ્રેસ, ફુલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન, ચૌધરી હાઇસ્‍કુલ થઇ પંચનાથ મહાદેવ મંદિરે વિરામ લેશે.  સર્વે ધર્મપ્રેમીજનોએ સાથે જોડાવા બ્રહ્મસેનાના સ્‍થાપક અધ્‍યક્ષ જગદીશ રાવલે અનુરોધ કર્યો છે.

બ્રહ્મદેવ સમાજ દ્વારા કાલે મહાઆરતી-મહાપ્રસાદ

બ્રહ્મદેવ સમાજ દ્વારા પરશુરામ જન્‍મોત્‍સવના ચોથા દિવસે ડોકટર સેલના સહયોગથી બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરાયુ હતુ. જેમાં ડો. અભિષેક રાવલ, ડો. રાજેન્‍દ્ર ત્રિવેદી, ડો. પુનીત ત્રિવેદી, ડો. વિમલ દવે, ડો. શ્વેતા મહેતા, ડો. અભિજીત જોશી, ડો. તપન પંડયા, ડો. દર્શન જાની, ડો. હાર્દ વસાવડા સહીતના ઉપસ્‍થિત રહેલ. કેમ્‍પમાં એકત્ર થયેલ બ્‍લડ સીવીલ હોસ્‍પિટલને ડોનેટ કરાયુ હતુ. સાથે ડો. પતન પંડયા દ્વારા સુજોક થેરાપી નિદાન કેમ્‍પ પણ યોજવામાં આવ્‍યો હતો. દરમિયાન કાલે તા. ૧૦ ના પારિજાત પાર્ટી પ્‍લોટ, શીતલપાર્ક બસ સ્‍ટેન્‍ડ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે મહઆરતી મહાપ્રસાદ અને ફરસી રાસનું આયોજન કરાયુ છે. જાણીતા કલાકાર સાગર રાવલ, હેતલ થાનકી રાસ રસીયાઓને પાનો ચડાવશે. તેમ બ્રહ્મદેવ સમાજના મિલનભાઇ શુકલની યાદીમાં જણાવાયુ છે.

(3:07 PM IST)