<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

કાલે પરશુરામ જયંતિઃ સોૈરાષ્‍ટ્ર-કચ્‍છના ગામોગામ અને શહેરોમાં આ અનેરા અવસરને ધામધુમથી ઉજવવા ભુદેવોમાં થનગનાટ

પરશુરામ જન્‍મ જયંતિની ઉજવણીને યાદગાર બનાવવા રામભાઇ મોકરીયા, જીતુભાઇ મહેતા, હરેશ જોષીનો અનુરોધ

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજના માર્ગદર્શક અને રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને શ્રી સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહમસમાજના મુખ્‍ય અગ્રણી જીતુભાઈ મહેતા, સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહમસમાજના પ્રવકતા હરેશભાઈ જોષીની એક સંયુકત અખબાર યાદી જણાવાયું છે કે આવતીકાલે તા.૧૦ ના રોજ અખાત્રીજના પવિત્ર દિવસે ભગવાન પરશુરામજીની જન્‍મ જયંતિ છે. આ ધાર્મિક પ્રસંગને સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ગામેગામ ખુબજ ભવ્‍યતાથી ઉજવાય તે માટે તકે બ્રહમસમાજના અગ્રણીઓ :સમસ્‍ત ભુદેવોને અપિલ કરવામાં આવી છે.

સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ગામોગામ તેમજ શહેરોમાં શોભાયાત્રા, યજ્ઞ, હવન, બ્‍લડ ડોનેશન કેમ્‍પ, મહાઆરતી સહિત મહાપ્રસાદ જેવા આયોજનો થાય તે સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ભુદેવો આ પરશુરામ જન્‍મજયંતિના ઉત્‍સવને ભવ્‍યતાથી ઉજવીએ અને યાદગાર બનાવીએ તેમ રામભાઈ મોકરીયા, જીતુભાઈ મહેતા તેમજ હરેશ જોષીએ પરશુરામ જન્‍મ જયંતિની ઉજવણીને યાદગાર બનાવવા સૌરાષ્‍ટ્રભરના ભુદેવોને અનુરોધ કરેલ છે.

(3:09 PM IST)