<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

આવતા અઠવાડિયે પ્રિ-મોન્સુન અંગે કલેકટર દ્વારા હાઇલેવલ અધીકારીઓની મીટીંગઃ ૧લી જૂનથી ફલડ કન્ટ્રોલરૂમ

કલેકટર દ્વારા તમામ પ્રાંત-મામલતદાર-એસ.ટી.-જીઇબી-પીડબલ્યુડી-પાણી પુરવઠા-સિંચાઇ સહિતના ખાતાઓના વડાને બોલાવાશે : કલેકટર તથા દરેક મામલતદાર કચેરી-ડેમ અંગે કન્ટ્રોલરૂમ શરૂ થશેઃ ગાંધીનગરથી સ્પે. મહેકમ આવશે

રાજકોટ તા. ૯: હાલ કાળઝાળ-ઉનાળો ચાલી રહ્યો છે, તાપમાન ૪ર-૪૩ ડીગ્રીને વળોટી ગયું છે, પરંતુ કલેકટર તંત્ર પ્રિ-મોન્સુન-સંભવિત તોફાની વરસાદ--વાવાઝોડા-તોફાની પવન સંદર્ભે સાબદુ બની ગયું છે, અધીકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે રાજકોટ જીલ્લા ડીઝાસ્ટર તંત્રે પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે ફાઇલ તૈયાર કરી લીધી છે, અને કલેકટર તારીખ આપે એટલે કલેકટરના અધ્યક્ષસ્થાને આગામી ૧પમી મે પહેલા હાઇલેવલ અધીકારીઓની મહત્વની મીટીંગ યોજાશે, જેમાં ચેકડેમ, રસ્તા, વીજ લાઇનો, પૂલ, જોખમી સંભવિત વિસ્તારો વિગેરે તમામ બાબતે સમીક્ષાઓ કરી નિર્ણય લેવાશે.

આવતા અઠવાડિયે મળનાર પ્રિ-મોન્સુન મીટીંગ અંગે કલેકમટર દ્વારા તમામ પ્રાંત-મામલતદારો-કોર્પોરેશન-પોલીસ તંત્ર-જીલ્લા પંચાયત-શિક્ષણ-જીઇબી-એસ.ટી.-પાણી પુરવઠા-સિંચાઇ-માર્ગ અને મકાન-વિગેરે રપ જેટલા ખાતાઓના વડાઓની હાઇલેવલ મીટીંગ બોલાવાશે, અને પ્રિ-મોન્સુન કામગીરી અંગે સમીક્ષા થશે.

દરમિયાન સૂત્રોએ ઉમેર્યું હતું કે આગામી ૧લી જૂનથી ફલેટ કન્ટ્રોલરૂમ શરૂ થઇ જશે, રાજકોટ જીલ્લા કલેકટર કચેરીના ડીઝાસ્ટર કન્ટ્રોલરૂમ ખાતે મુખ્ય કન્ટ્રોલ રૂમ રહેશે, આ ઉપરાંત દરેક મામલતદાર કચેરી ખાતે તથા ડેમોના મુખ્ય સિંચાઇ કન્ટ્રોલરૂમ શરૂ કરાશે, આ તમામ કન્ટ્રોલરૂમ અંગે ગાંધીનગરથી સ્પે. નાયબ મામલતદાર, કલાર્ક, પટ્ટાવાળા-ડ્રાઇવર વિગેરેનું મહેકમ આવશે, અને તે મુજબ કલેકટર દ્વારા બદલીના ઓર્ડરો કરાશે

(3:55 PM IST)