<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

જામનગર રોડ વાલ્મિકી વાડીના આરતીબેન ગોહેલે ઝેરી ટીકડી પી આત્મહત્યા કરી

શરૂઆતમાં હૃદય બંધ પડી ગયાનું કહેવાયું હતું: પોસ્ટમોર્ટમ થતાં ઝેરી ટીકડીઓ પી લીધાનું ખુલ્યું: કારણ બહાર ન આવતાં પ્ર.નગર પોલીસે તપાસ યથાવત રાખી

રાજકોટ તા. ૯: જામનગર રોડ પર સાંઢીયા પુલ પાસે વાલ્મિકી વાડીમાં રહેતી આરતીબેન દિપકભાઇ ગોહેલ (ઉ.વ.૨૭) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાની શકયતા જણાવાઇ હતી. પરંતુ પોસ્ટમોર્ટમ થતાં તેણીએ ઝેરી ટીકડીઓ પી લેતાં મોત થયાનું ખુલ્યું હતું.

આપઘાત કરનાર આરતીબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. પતિ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઝ પર સફાઇ કામ કરે છે. તેણીને સંતાનમાં એક પુત્રી છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પરંતુ પોલીસે પોસ્ટમોર્ટમ કરાવતાં ઝેરી ટીકડીઓ પી લીધાનું ખુલ્યુ઼ હતું. આપઘાતનું કારણ જાણવા પ્ર.નગરના પીએસઆઇ કે. એસ. ભગોરાએ વિશેષ તપાસ હાથ ધરી હતી.

(3:59 PM IST)