<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

'તે અમારા વિરૂધ્ધ ખોટી ફરીયાદ કરી છે' હું તને છોડીશ નહી મનીષભાઇને ધમકી

સાધુ વાસવાણી રોડ આરએમસી કવાટર્સમાં બનાવઃ અમદાવાદના અલ્પેશભાઇ રામાનુજ સામે ફરીયાદ

રાજકોટ, તા., ૯: શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા આરએમસી કવાર્ટરમાં રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન કરી કરી 'તે અમારા વિરૂધ્ધ ખોટી ફરીયાદ કરી છે' કહી પગ ભાંગી નાખવાની ધમકી આપતા ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ સાધુ વાસવાણી રોડ પર આરએમસી કવાર્ટર  બ્લોક નં. ૧ કવાર્ટર નં. ૧૦૮૨માં રહેતા મનીષભાઇ ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ.૩૩)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં અમદાવાદના અલ્પેશ રામાનુજ સામે ફરીયાદ નોંધાવી છે. મનીષભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે માતા-પિતા તથા પુત્ર સાથે રહે છે. અને ડ્રાઇવીંગ કરે છે. પોતે ર૦૧૬માં વર્ષા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બાદ ર૦ર૩માં છુટાછેડા થઇ ગયા હતા. અને પુત્ર પોતાની સાથે રહે છે. પોતે છુટક ડ્રાઇવીંગ કરે છે. ર૦૧૯માં અમદાવાદમાં પોતે પરીવાર સાથે કામ ધંધા માટે રહેવા ગયા હતા ત્યારે પત્નીની બહેનપણી અવની હેરભાએ અલ્પેશ રામાનુજ સાથે ઓળખાણ કરાવી હતી. ત્યારથી પોતે અલ્પેશને ઓળખે છે.

તા.૭ના રોજ પોતે ઘરે સુતા હતા ત્યારે અલ્પેશ રામાનુજનો પોતાના મોબાઇલ ફોનમાં ફોન આવતા તેણે કહેલ કે તે અમારી વિરૂધ્ધમાં અગાઉ ફરીયાદ કરી છે. તે ખોટી છે. જેથી હું તને છોડીશ નહી. કહી પોતાને ગાળો આપતા પોતે તેને કહેલ કે ગાળો કેમ આપો છો, તો તે વધુ ઉશ્કેરાઇ જઇ કહેલ કે તે મને જે પગ મારેલ છે તે પગ હું ભાંગી નહી નાખુ  ત્યાં સુધી અગાઉ દાખલ થયેલા ગુનામાં હું હાજર નહી થાવ. તેમ કહી ધમકી આપી હતી. આ અંગે પોતે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા સેકન્ડ પીઆઇ સી.એચ.જાદવે તપાસ હાથ ધરી છે

(4:01 PM IST)