તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
પડકારોના કોઠા વિંધવાની ક્ષમતા ધરાવતા ધવલ દવેને રાષ્ટ્રીય સ્તરે સોંપાઈ મોટી જવાબદારી
આફત અને અવસરમાં બદલવાનું સામર્થ્ય અને કાબિલિયતની નોંધ લઇ પ્રદેશ ભાજપ નેતાગીરીએ યુપીની મુશ્કેલ સીટ ની જવાબદારી સોપતા આજે જ ટીમ સાથે રવાના થશે ધવલ દવેઃ જોનપુર જ્યાં લાંબા સમયથી ભાજપ જીતી શકયો નથી ત્યાં ચમત્કાર સર્જવા ભાજપ નેતાગીરીએ ધવલ દવેમાં મૂકયો વિશ્વાસ

રાજકોટ, તા. ૯ : ગુજરાતમાં તાલુકા કક્ષાથી માંડીને રાજ્યના સ્તર સુધી ભાજપ સંગઠન અને કાર્યક્રમોના આયોજનની કામગીરીમાં પોતાની રાજકીય કુનેહ શક્તિ અને ક્ષમતાના અનેક વખત દર્શન કરાવનાર પ્રદેશ ભાજપના અગ્રણી અને રાજકોટ જીલ્લાના પ્રભારી ધવલ દવે(મો. ૯૭૧રપ ૩૪ર૦૦) ની સંગઠન શક્તિમાં વિશ્વાસ રાખીને એમને રાષ્ટ્રીય કક્ષાએ ખુબ મહત્વની મોટી જવાબદારી પ્રદેશ નેતાગીરી તરફથી સોંપવામાં આવી છે.
ધવલ દવે ગુજરાતમાં અવારનવાર એમની સંગઠન શક્તિ અને આયોજનની અસરકારક શૈલીનો અને કામગીરીનો નેતળત્વ પર પ્રભાવ પડી ચુકયા છે તેમની આ કાબેલિયતની કદર કરીને ઉતરપ્રદેશમાં લોકસભાની કાશી વિસ્તારમાં આવેલી બેઠક માટેની ખુબ અઘરી પરંતુ મહત્વની જવાબદારી સોંપવાનો પ્રદેશ કક્ષાએ લેવાયેલો નિર્ણય એમને એમની ક્ષમતાનું નેતાગીરી તરફથી મળેલું પ્રમાણ પત્ર ગણી શકાય
રાજકીય પડકારોના તોફાની સમુદ્રમાં સામા પૂરે તરવાની એમની ક્ષમતા જાણીતી છે એટલે જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાશી રીઝીયનમાં આવેલી જોનપૂર લોકસભા બેઠકનો હવાલો એમને સોંપવામાં આવ્યો છે કાશીક્ષેત્રમાં આવેલી જોનપૂર બેઠક એવી છે જે લાંબા સમયથી ભાજપ માટે રાજકીય રીતે અને ચુંટણીની દ્રષ્ટિએ શિરદર્દ બની રહી છે કેમકે છેલ્લા લાંબા સમયથી ભાજપને જોનપૂરમાં વિજય મળ્યો નથી એટલે આ બેઠક ભાજપ માટે ખુબ અઘરી છે તો ધવલ દવે અઘરા કામને આસાન કરવા ટેવાયેલા છે અને અનેકવાર પોતાની એ શક્તિના દર્શન પણ કરાવી ચુકયા છે તેનો એક પુરાવો યુપીની જ કર્નલગંજની જ બેઠક છે ભૂતકાળમાં ધવલ દવેએ એમના અભૂતપૂર્વ આયોજનને કામે લગાડીને ભાજપને આ મુશ્કેલ સીટ અપાવી હતી અહીં ભાજપના ઉમેદવારને શાનદાર જીત મળી હતી ત્યારથી જ નેતાગીરી તેમની સંગઠન ક્ષમતાની નોંધ લેવા લાગી હતી
તાજેતરમાં ગુજરાતમાં લોકસભાની ચુંટણી પ્રચાર કાળમાં ખુબજ ટૂંકા સમયમાં વડાપ્રધાન મોદીની બે દિવસમાં યોજયેલી ૬ જાહેર સભાનું ખુબ શાનદાર રીતે સફળ આયોજન કર્યું અને ખુદ વડાપ્રધાનશ્રી મોદી એ જાહેર મંચ પર એકવાર નહિ ત્રણ ત્રણ વાર ધવલ દવેની પીઠ થાબડીને કહ્યું વેલ ડન ધવલ વડાપ્રધાનના મોઢે થયેલી આ તારીફ એમની કારકિર્દીના મોરપીંછમાં સોનેરી પીંછા સમાન ગણાય છે તે કહેવામાં અતિશયોક્તિ નથી તેઓ અગાઉ કર્ણાટક, પヘમિ બંગાળ તથા ઔવેશીના ગઢમાં જઈને પણ ભાજપ માટે અતિ મુશ્કેલ વિસ્તારોમાં સફળ કામગીરી બજાવી ચુકયા છે અને ભાજપ માટે કષ્ટભંજક ચાણકય તરીકે ઉભરી આવ્યા છે.
(4:14 PM IST)










