તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
મનપાની હાઇસ્કુલોનું ઝળહળતું પરિણામઃ ૭ર.૩૦ થી ૧૦૦%
સરોજીની નાયડૂ ગર્લ્સ હાઇસ્કુલનું ૧૦૦% તથા પી એન્ડ ટી શેઠ હાઇસ્કુલ ૭ર.૩૦ % છાત્રો ઉતિર્ણઃ શેઠ હાઇસ્કુલનું પરિણામ ગત વર્ષ કરતા રપ% વધ્યુ

રાજકોટ તા. ૯ :.. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે તા. ૯ ના ધોરણ-૧ર ની બોર્ડની પરીક્ષાનું વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર કરેલ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની સરોજીની હાઇસ્કુલનું ધોરણ-૧ર (સામાન્ય પ્રવાહ) ની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ સાથે ઝળહળતી સફળતા હાંસલ કરેલ છે. જયારે શ્રી પી. એન્ડ ટી. વી. શેઠ હાઇસ્કુલનું ૭ર ટકા પરીણામ આવેલ છે.
આ અંંગે મનપાની સતાવાર યાદી મુજબ આજે જાહેર થયેલા ધોરણ-૧રના સામાન્ય પ્રવાહના પરિણામમાં મનપા સંચાલિત સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલનું સામાન્ય પ્રવાહનું સો ટકા અને પી એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલનું ૭ર.૩૦% પરિણામ આવ્યું છે. જેમાં સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલમાં તમામ સતાવન વિદ્યાથીનીઓ પાસ થયેલ છે. શેઠ હાઇસ્કુલમાં ૬પમાંથી ૪૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
જયારે શેઠ હાઇસ્કુલના ધો. ૧ર પરિણામમાં ૯૦ થી વધુ પી.આર બે વિદ્યાર્થીઓ અને ૮૧ થી વધુ પી.આર. મેળવનાર આઠ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલના તેજસ્વી તારલાઓ
મેળવેલ રેન્ક વિદ્યાર્થીનીનું નામ પીઆર
૧ સોલાગામા પૂજા ૯૯.૯૦
ર ટોયટા મોતી ૯૯.૬૯
૩ ઝાલા ઉર્વશીબા ૯૮.પ૦
૪ ધોળકિયા મયુરી ૯૮.૧૮
પ પરમાર હેમાલી ૯૭.પ૬
૬ ડાભી દેવાંગી ૯૭.૪૬
૭ નારેજા શબનમ ૯૭.રપ
૮ બકોરી આર્ચી ૯પ.પ૬
૯. વિરડા દક્ષા ૯પ.૧પ્
૧૦ જાટીયા હિંતાશી ૯૪.પ૧
૧૦ સિદ્દીક કુલસુમ ૯૪.પ૧
૧૦ જાડેજા સક્ષીબા ૯૪.પ૧
શેઠ હાઇસ્કુલનું છેલ્લા ચાર વર્ષનું પરિણામ
ર૦ર૧ ર૦રર ર૦ર૩ ર૦ર૪
બોર્ડ% શાળા% બોર્ડ% શાળા બોર્ડ% શાળા બોર્ડ% શાળા
૧૦૦% ૧૦૦% ૮૬.૯૧% ૭ર.રર% ૭૩.ર૭% ૪૬.૩૪% ૯૧.૯૩% ૭ર.૩૦%
પી એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલના હોનહાર છાત્રો
ક્રમ વિદ્યાર્થીનું નામ મેળવેલ ટકાવારી પર્સન્ટાઇલ
રેન્ક (પીઆર)
૦૧ ડાભી હાર્દિક કિશોરભાઇ પ૭૭/૭૦૦ ૮ર.૪ર% ૯૧.૬૯- A2
૦ર સુરેલીયા મીત શાંતીલાલ પ૭૩/૭૦૦ ૮૧.૮પ% ૯૦.૯૦- A2
૦૩ સોલંકી ઉત્સવ વિપુલભાઇ પપર/૭૦૦ ૮૬.૧૭% ૮૬.૧૭- B1
(4:15 PM IST)










