<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

'તુ તારા ઘરેથી નીકળી જા આપણે બંને લગ્ન કરી લઈશું' કહી પરણીતાને ભગાડી

જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને જામીન પર મુકત કરતી સેસન્સ અદાલત

રાજકોટ : શહેરમાં વિવેકાનંદનગરમા પડોશમા રહેતા આરોપીએ ફરીયાદી સાથે પરીચય કેળવી ભોગ બનનાર ફરીયાદી સાથે લગ્ન કરશે તેવ જણાવી ફરીયાદીને આરોપીએ જણાવેલ કે શ્નતું તારા ઘરે થી નીકળી જા આપણે બંને લગ્ન કરી લઈશુંલૃ તેમ કહેતા ફરીયાદી પોતાના પતીને કહયા વગર ઘરે થી નીકળી જઈ આરોપી સાથે જુદી જુદી જગ્યાએ ગયેલ તે વખતે આરોપીએ ફરીયાદી ઉપર દુષ્કર્મ આચરી બાદ સંપર્ક તોડી નાખી ગુનો આચરવાના કેસમા ઘરપકડ પામેલ આરોપીને રાજકોટ ના મહે. સેસન્સ જજે રેગ્યુલર જામીનપર મત કરતો હુકમ ફરમાવેલ છે.

કેસની હકીકત જોઈએ તો દષ્કર્મ નો ભોગ બનનાર કરીયાદીએ વિવેકાનંદમા રહેતા આરોપી યોગેશભાઈ નરેન્દ્રભાઈ જીવરાજાની વિરૂધ્ધ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં એ મતલબ ની ફરીયાદ નોંધાવેલ કે ૧૫ વર્ષ થી જીતેન્દ્રભાઈ કાલાવડીયા સાથે ફુલહાર કરી રહેતા હોય, સને - ૨૦૨૦ મા બંનેએ કાયદેસર લગ્ન કરેલ ભોગ બનનાર ને યોગેશભાઈ નરેન્દ્રભાઈ જીવરાજાની નામના વ્યકિત સાથે પરીચય થયેલ અને યોગેશભાઈએ તેમના મોબાઈલ નંબર આપેલ બાદ તેના પર વાતચીતો કરેલ અને જુદી જુદી જગ્યાએ મળતા હતા બાદ યોગેશ જીવરાજાનીએ ભોગ બનનારને ઘરે આવી શરીર સબંધ બાંધેલ બાદ સાળંગપુર મુકામે તથા દ્વારકા ગયેલ તે વખતે પણ શરીર સબંધ બાંધેલ બાદ આરોપી યોગેશે ભોગ બનનારનો સંપર્ક તોડી નાખતા અને કોઈ સંપર્ક ન થતા ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ તા.૧૧/૦૩/૨૦૨૪ ના ગૂનો દાખલ કરાવેલ.

ઉપરોકત ગુનાના કામે આરોપી યોગેશ નરેન્દ્રભાઈ જીવરાજાની ની ધરપકડ થતા તેઓએ જામીન ઉપર મુકત થવા સેસન્સ અદાલતમા જામીન અરજી કરી રજુઆત કરેલ કે ભોગ બનનાર પુખ્ત વયના છે પરીણીત છે તેમને તેની ઈચ્છા થી આરોપી સાથે સબંધ બાંધેલ હોય કન્સેન્ટીંગ પાર્ટ હોય આરોપી યંગ એજ ના હોય સ્થાનીક રહેવાસી હોય કયાંય નાશીભાગી જાય તેમ ન હોય ટર્મ્સ કન્ડીશનનું પાલન કરવા બાહેંધરી આપતા હોય જામીન ઉપર મુકત કરવા કરેલ રજુઆત નો સરકાર તરફે તથા મુળ ફરીયાદ પક્ષે દલીલ થી સખ્ત વાંધો લેવામા આવેલ અને ત.ક.અધીકારીએ સોગંદનામા થી વિરોધ દર્શાવેલ.

તમામ પક્ષેની રજુઆતો રેકર્ડપરનો દસ્તાવેજી પુરાવો ત.ક.અધીકારીને  સોગંદનામુ લક્ષે લેતા એફ.આઈ.આર. મા અરજદાર વિરૂધ્ધ જે આક્ષેપો કરવામા આવેલ છે તેમા અરજદાર ભોગ બનનાર ના પડોશી હોય અરજદારે ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી ઘર છોડી તેના પતિને જાણ કર્યા વગર ઘરે થી નીકળી જઈ અરજદાર સાથે રહેલ દરમીયાન રીપીટેડલી શરીર સબંધ બાંધવામા આવેલ હોય ભોગ બનનાર ૨૯ વર્ષ ના હોય તેણીને નૈતીકતા શુ છે અને નૈતીક અને અનૈતીક શું છે તે અંગેની વધુ સ્પષ્ટ સમજ હોવાને કોઈ શંકા નથી, ધરપકડ થી અરજદાર જેલમાં છે કેસોની વીશાળ પેન્ડન્સી ની હકીકતો ને ધ્યાનમાં લેતા એવુ માની શકાય કે કેસની ટ્રાયલમાં સમય જશે તો અરજદાર ને નીટ્રાયલ પનીસમેન્ટ થશે અરજદાર જણાવેલ સરનામે રહે છે તપાસમા સહકાર આપવા અને લાદવામાં આવે તે શરતો નું પાલન કરવા બાહેંધરી આપે છે આરોપ નુ સ્વરૂપ ગુનાની ગંભીરતા વ્યકિત ની સંડોવણીની સ્વતંત્રતા વીચારણામા લેતાઅરજદારને જામીનપર મૂકત કરવો વ્યાજબી માની અરજદારને જામીનપર મૂકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કેસમા અરજદાર યોગેશ જીવરાજાની વતી રાજકોટ ના નામાંકીત એડવોકેટ બકુલભાઈ રાજાણી, કોમલબેન રાવલ, પ્રકાશ પરમાર તથા ઇન્દ્રવિજયસિંહ રાઓલ રોકાયેલ હતા.

(4:39 PM IST)