<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ધો.૧રના વિદ્યાર્થીઓની કારર્કીદી ઉજજવળ બનેઃ પદાધિકારીઓની લાખેણી શુભકામના

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ જાહેર થયેલ પરીણામ અન્વયે ધોરણ ૧૨નીઙ્ગબોર્ડનીઙ્ગપરીક્ષામાં ઉતીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા તથા ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા રાજકોટ મેયર સહિતના પદાધિકારીઓએ પાઠવી હતી.

મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઇ રાડીયા, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિના ચેરમેન રસિલાબેન સાકરીયા  જણાવે છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ તા.૦૯ના  ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાનું વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર કરેલ છે. આ પરીક્ષામાં ઉતીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે ખુબ ખુબ શુભેચ્છા અને અભિનંદન પાઠવે છે. વિદ્યાર્થી જીવનનો સુવર્ણ સમય એ ધોરણ-૧૨ની પરીક્ષાના પરીણામનો છે. આ પરીક્ષાના પરીણામ બાદ વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દીના ઘડતર કરવા માટે એક નવી દિશા મળે છે.

(4:19 PM IST)