<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

રવિવારે રઘુવંશી સમાજનો પ્રથમ પરિચય મેળો

બજરંગ ગ્રુપ દ્વારા આયોજનઃ ૧૬૩ યુવતીઓ અને ર૪૦ યુવકો ભાગ લેશે

રાજકોટ : શ્રી બજરંગ ગ્રુપ રાજકોટનાં ઉપક્રમે તા. ૧ર ને રવિવારે બપોરે ૧ વાગ્‍યાથી હેમુ ગઢવી નાટય ગૃહ, ટાગોર માર્ગ ખાતે રઘુવંશી સમાજનાં લગ્ન-ઇચ્‍છુક યુવક-યુવતીઓ માટેનો પ્રથમ પરિચય મેળાનું આયોજન કરવામાં આવેલ છે. સંસ્‍થા દ્વારા યોજાયેલ આ પરિચય મેળાનાં સમારોહ અધ્‍યક્ષ રાજુભાઇ પોબારૂ (પ્રમુખ લોહાણા મહાજન-રાજકોટ) જયારે ઉદ્‌્‌ઘાટક કેતનભાઇ ઠકકર આઇએએસ ડી.ડી.ઓ. પોરબંદર મુખ્‍ય મહેમાન તરીકે ઓર્થો. સર્જન ડો. નિશાંત ચોટાઇ કારોબારી પ્રમુખ રાજકોટ લોહાણા મહાજન) શ્રીમતી રીટાબેન કોટક, માનદ મંત્રી (રા.લો. મહાજન), ડો. વિવેક ખખ્‍ખર ઓર્થો. સર્જન રઘુવંશી રત્‍ન તથા શ્રી પ્રિયવદનભાઇ કકકડ એમ. ડી. કામનાથ ગ્રુપ ઓફ કંપની ઉપસ્‍થિત રહેશે. જેમાં ૧૬૩ યુવતીઓ અને ર૪૦ યુવકો ભાગ લેશે.

બજરંગ ગ્રુપનાં સ્‍થાપક પ્રમુખ કિશોરભાઇ કારિયા, પ્રમુખ હસુભાઇ ગણાત્રા, પરિચય મેળાની કમિટી ચેરમેન જતીનભાઇ ભીંડોરા, કન્‍વીનર પંકજભાઇ ચગ, સુનિલભાઇ મજેઠીયાની જહેમતથી ૧૬૩ યુવતિઓ અને ર૪૦ યુવકોનો આ પરિચય મેળાની બુકમાં સમાવેશ કરવામાં આવેલ છે. સંસ્‍થાને મળેલ લગભગ ફોર્મના તમામ ઉમેદવારોનો આ બુકમાં સમાવેશ કરેલ છે.

ઉમેદવારોને અનુરોધ કરાયો છે કે પોતાનાં વાલીઓ સાથે તા. ૧ર ના બપોરના ૧ હેમુ ગઢવી નાટય ગૃહ ખાતે આવીને રજીસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્‍ટ્રેશન, સંસ્‍થાનાં પરેશભાઇ સેજપાલ, મનુભાઇ ખંધેડીયા, બટુકભાઇ રાચ્‍છ, જયંતભાઇ બુધ્‍ધદેવ, વિનોદભાઇ બુધ્‍ધદેવ, ચંદ્રેશભાઇ ગણાત્રા, વગેરેની દેખરેખ હેઠળ બહેનોની ટીમમાં સર્વશ્રી હર્ષાબેન કકકડ, મીનાબેન છાગાણીની અગ્રેસરતામાં અલ્‍કાબેન ખગ્રામ, અનિતાબેન કેશરીયા, વીણાબેન કોટક, જાગૃતિબેન ખીમાણી, જુગ્નુબેન સોનપાલ, નૈરુતીબેન કકકડ, શોભનાબેન સોમૈયા, હંસાબેન લાલ, વર્ષાબેન કારીયા, રજીસ્‍ટ્રેશનની કામગીરી સંભાળવામાં આવેલ છે. ઉદઘાટન સમારોહમાં જાણીતા પત્રકાર જગદીશભાઇ ગણાત્રા, માર્ગદર્શક તરીકે સેવા આપશે.

બજરંગ ગ્રુપ દ્વારા યોજાયેલા આ પરિચય મેળામાં રઘુવંશીઓનો જેમાં પરેશભાઇ પોપટ, દિપકભાઇ રાયઠઠ્ઠા (લિમ્‍બન), દિલીપભાઇ સોમૈયા, ભીખાલાલ પાઉં, મનોજભાઇ ચતવાણી, પ્રવિણભાઇ સોંમૈયા (ગોંડલ), ધીરજલાલ ચોટાઇ (જામનગર), પરેશભાઇ વિઠલાણી (જલારામ બિલ્‍ડર્સ), દિનેશભાઇ ચોટાઇ (રાજકોટ), જલારામ ચીકી, નારણદાસ ગોપાલજી ભીંડોરા, (કુવાડવા), સૂર્યકાંતભાઇ (લિમ્‍બન), બિપીનભાઇ નથવાણી (રાધે ટુર્સ), શ્રીમતી ટવીંકલ રાજેશભાઇ ખંધેડીયા, વિનસ એજન્‍સી, ધવલ એગ્રો એકસપોર્ટ મોરબી, અજયભાઇ નથવાણીનો સહયોગ મળેલ છે.

આયોજનને સફળ બનાવવા સંસ્‍થાના પંકજભાઇ કારીયા, હેમલભાઇ ખંધેડીયા, દિપકભાઇ ઠકરાર, રાઘવભાઇ ગણાત્રા, હેમતભાઇ કોટક, વાહિદભાઇ મારફાણી, હર્ષદસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, જયોતિબેન તથા વિજયભાઇ ભટ્ટ, હિરેનભાઇ પોપટ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(4:42 PM IST)