<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

પંજાબ લોકસભા ચુંટણીમાં પ્રભારી તરીકે રાજકોટના પૂર્વ મેયર અને પૂર્વ પ્રમુખને જવાબદારી સોંપાઈ

ધનસુખ ભંડેરી ગુરદાસપુર તથા કમલેશ મિરાણી સનગુરુર જવા રવિવારે રવાના થશે

રાજકોટ: રાજકોટ સહિત ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તા.7મેના લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતા ભાજપ ના સિનીયર આગેવાનોને અન્ય  રાજયમાં વિવિધ બેઠકની જવાબદારી આપવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરના  પૂર્વ મેયર ઘનસુખ ભંડેરીને પંજાબની ગુરદાસપૂર લોકસભા અને શહેર ભાજપનાં પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણીને પંજાબની  સનગુરુર લોકસભા બેઠક પર  પ્રભારી તરીકે નિયુકિત કરવામાં આવી છે. પંજાબમાં અંતિમ સાતમા તબક્કામાં તા.1 જુને  ચૂંટણી યોજાશે. બન્ને આગેવનો  વિવારે પંજાબ જવા રવાના થશે.

(8:49 PM IST)