તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Friday, 10th May 2024
પંજાબ લોકસભા ચૂંટણીમાં પ્રભારી તરીકે પૂર્વ મેયર અને પૂર્વ પ્રમુખને જવાબદારી સોંપાઇ
ધનસુખ ભંડેરી ગુરદાસપુર તથા કમલેશ મિરાણી સનગુરુર જવા રવિવારે રવાના થશે

રાજકોટઃ રાજકોટ સહિત ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તા. ૭મેના લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતા ભાજપ દ્વારા સિનિયર આગેવાનોને અન્ય રાજ્યમાં વિવિધ બેઠકની જવાબદારી આપવામાં આવી રહી છે.
દરમિયાન રાજકોટ શહેરના પૂર્વ મેયર ધનસુખ ભંડેરી (મો. ૯૯૦૯૦ ૩૧૩૧૧)ને પંજાબની ગુરદાસપુર લોકસભા અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણી (મો. ૯૭૧૪૭ ૦૭૧૧૩)ને પંજાબની સનગુરુર લોકસભા બેઠક પર પ્રભારી તરીકે નિયુકિત કરવામાં આવી છે. પંજાબમાં અંતિમ સાતમા તબક્કામાં તા. ૧ જુને ચૂંટણી યોજાશે. બંને આગેવાનો રવિવારે પંજાબ જવા રવાના થશે.
(10:51 AM IST)










