<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

હિરાસરમાં દોરડા કાપી તાલપત્રી ઉંચકાવી ટ્રકમાંથી ૧.૮૦ લાખની સિગારેટની ચોરી

અમદાવાદથી માલ ભરી રાજકોટ આવી રહેલા મનોજભાઇ હીરાસર પોતાના ઘર પાસે રાતે ટ્રક રાખી સુઇ ગયા બાદ બનાવઃ એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૦: હીરાસર ગામે રાતે હોલ્‍ટ કરાયેલા ટ્રકની તાલપત્રીના દોરડા કાપી તાલપત્રી ઉંૅચકાવી કોઇ રૂા. ૧,૮૦,૦૦૦ની સિગારેટના બોક્‍સ ચોરી જતાં એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે રાજકોટ જલારામ  પ્‍લોટ-૨માં રહેતાં  અને રૂડા ટ્રાન્‍સપોર્ટ નગરમાં ધ્‍યેય ઇન્‍ટીગ્રેટર નામે ટ્રાન્‍સપોર્ટ પેઢી ચલાવતાં સંજયભાઇ ફતેહલાલ પોરવાલ (ઉ.વ.૫૧)ની ફરિયાદ પરથી ગુનો દાખલ કરાયો છે. સંજયભાઇએ જણાવ્‍યું હતું કે તા. ૮ના રોજ રાતે આઠેક વાગ્‍યે અમદાવાદ અસ્‍લાલીથી અમારા ટ્રાન્‍સપોર્ટની ટ્રક જીજે૦૮ઝેડ-૯૨૧૪ના ટ્રકના માલિક મનોજભાઇ દેવજીભાઇ રાઠોડ (રહે. હીરાસર) ટ્રકમાં અમદાવાદથી સિગારેટના બોક્‍સ અને પરચુરણ સામાન ભરી રાજકોટ આવવા નીકળ્‍યા હતાં. તે રાતે દોઢેક વાગ્‍યે હીરાસર પહોંચી ગયા હતાં અને તેમના ઘર પાસે ખુલ્લામાં ટ્રક રાખી સુઇ ગયા હતાં.

બીજા દિવસે તા. ૯ના સવારે જોતાં ટ્રક પાછળની તાલપત્રીના દોરડા તૂટેલા દેખાયા હતાં અને તાલપત્રી વેરવિખેર જોવા મળી હતી. તપાસ કરતાં કોઇ તાલપત્રી ઉંચકાવી સિગારેટના ચાર મોટા બોક્‍સ જેની એકની કિમત ૪૫ હજાર હતી તે કુલ ૧,૮૦,૦૦૦ના ચોરી ગયુ હતું. મનોજભાઇએ આ અંગે સંજયભાઇને જાણ કરતાં તેમણે એરપોર્ટ પોલીસમાં જાણ કરતાં પીએસઆઇ એસ. ટી. મહેશ્વરીએ ગુનો નોંધી તપાસ  હાથ ધરી છે.

(11:44 AM IST)