<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

રામનાથપરામાં શાકીરને મિત્ર બચ્‍ચને ભાઇ, કાકા, મિત્ર સાથે મળી ફટકાર્યોઃ છરી ઝીંકી

એક મહિના માટે પાંચ હજાર ઉછીના આપ્‍યા હતાં તે અઠવાડીયામાં જ પાછા માંગી ડખ્‍ખો : સ્‍કૂલ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો યુવાન હોસ્‍પિટલના બિછાનેઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોધ્‍યો

રાજકોટ તા. ૧૦: રામનાથપરામામં રહેતાં સ્‍કૂલ રિક્ષાચાલક યુવાને મિત્ર પાસેથી એક મહિના માટે રૂપિયા પાંચ હજાર ઉછીના લીધા હોઇ મિત્રએ અઠવાડીયામાં જ આ રકમ અત્‍યારે ને અત્‍યારે પાછી આપી દેવાનું કહી ડખ્‍ખો કરી પોતાના ભાઇ, કાકા અને મિત્ર સાથે મળી ઢીકાપાટુનો માર મારી છરીથી ઇજા કરતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે હુમલામાં ઘાયલ રામનાથપરા હુસેની ચોક શેરી નં. ૬માં રહેતાં શાકીર હમીદભાઇ યુસુફી (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી તેના મિત્ર બચ્‍ચન, બચ્‍ચના કાકા રામભાઇ, ભાઇ શ્રવણ અને મિત્ર સુનિલ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

શાકીર યુસુફી રિક્ષા ડ્રાઇવીંગ કરવાની સાથે સાથે સ્‍કૂલ વર્ધીનું કામ પણ કરે છે. તેણે જણાવ્‍યું હતું કે અઠવાડીયા પહેલા મેં મારા મિત્ર ભવાનીનગરમાં રહેતાં બચ્‍ચન પાસેથી મારે જરૂર હોવાથી રૂપિયા પાંચ હજાર ઉછીના લીધા હતાં. એક મહિના પછી આ રકમ પાછી આપવાની વાત થઇ  હતી. દરમિયાન ગુરૂવારે રાતે દસેક વાગ્‍યે હું ઘર પાસે હુસેની ચોકમાં ભગવાન કરીયાણા ખ્‍નામની દૂકાન પાસે હતો ત્‍યારે બચ્‍ચન બાઇક લઇને આવ્‍યો હતો અને કહેલુ કે મેં તને અઠવાડીયા પહેલા રૂપિયા આપ્‍યા હતાં તે અત્‍યારે જ પાછા આપી દે. આથી મેં તેને વાત કરી હતી કે એક મહિના પછી આપવાની વાત હતી, અત્‍યારે મારી પાસે નથી. સ્‍કૂલના ભાડાના રૂપિયા આવશે એટલે તરત પાછા આપી દઇશ.

આ વાત સાંભળી બચ્‍ચન ઉશ્‍કેરાઇ ગયો હતો અને ગાળો દેવા માંડયો હતો. મેં તેને ગાળો બોલાવની ના પાડતાં તે ઝઘડો કરી જતો રહ્યોહ તો. થોડીવાર પછી બચ્‍ચન તેના ભાઇ શ્રવણ, કાકા રામભાઇ અને મિત્ર સુનિલને લઇને ફરીવાર આવ્‍યો હતો અને મારા રૂપિયા કેમ અત્‍યારે જ પાછા નથી આપતો? તેમ કહી ગાળો દઇ ચારેયએ ઢીકાપાટુનો માર મારતાં હું પડી ગયો હતો. જેમાં રામભાઇએ છરી કાઢી મને પીઠના ભાગે મારી દેતાં લોહી નીકળવા માંડયા હતાં. દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં ચારેય ભાગી ગયા હતાં. મારા મિત્ર ખાલીદ, મુર્તુઝા સહિતના આવી જતાં મને હોસ્‍પિટલે લઇ ગયા હતાં.

શાકીરની ઉપરોક્‍ત કેફીયતને આધારે એ-ડિવીઝનના હેડકોન્‍સ. એલ. એ. જતાપરાએ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં વધુ તપાસ હાથ ધરી હતી.

(11:58 AM IST)