<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

શહેરીકરણના સમયમાં બાળકોને સ્‍વસ્‍થ રાખવા ક્રિકેટ કોચીંગ કેમ્‍પના આયોજનો ઉત્તમ : ડો. નિલાંબરી દવે

રાજકોટ નાગરિક સહકારી બેંક યોજીત નિઃશુલ્‍ક ક્રિકેટ કોચિંગ કેમ્‍પનો પ્રારંભ

રાજકોટ : રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા આયોજીત ૨૬ મા નિઃશુલ્‍ક ક્રિકેટ કોચિંગ કેમ્‍પનો શુભારંભ સમારોહ યોજાયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિશેષ સહયોગથી યોજાયેલ આ કેમ્‍પમાં અસંખ્‍ય તાલીમાર્થીઓ નિયમિત તાલીમ લઇ રહ્યા છે.

ડો. નિલાંબરીબેન દવેએ જણાવ્‍યું હતું કે, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. અને રાજકોટ એકબીજાના પર્યાય બની રહ્યા છે. અત્‍યારના શહેરીકરણના સમયમાં બાળકોને ફીટ રાખવા, બાળકોના શરીરને મજબૂત રાખવા એ મોટી ચેલેન્‍જ છે. સ્‍વસ્‍થ શરીરમાં જ સ્‍વસ્‍થ આત્‍માનો વાસ હોય છે. આત્‍માને આપણે ઇશ્વરીય સ્‍વરૂપ માનીએ છીએ. ત્‍યારે નાગરિક બેંક યોજીત આ ક્રિકેટ કોચીંગ કેમ્‍પ અદ્દભૂત કાર્ય કરે છે.

નરેન્‍દ્રભાઈ દવેએ જણાવ્‍યું હતું કે, નાના માણસની મોટી બેંક એ તો આ બેંકની એક ઓળખ છે, પરંતુ નવુ એક સુત્ર આપીએ કે નાના બાળકોની નાગરિક બેંક. બાળકો, તમારે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હશે તો ત્રણ વાત મહત્‍વની છે, સાતત્‍ય, સમર્પણ અને આત્‍મવિશ્વાસ, કોઇ પણ સંજોગોમાં આપણો આત્‍મવિશ્વાસ ખોશું નહિ. જીત મળે કે ન મળે, પરંતુ, આત્‍મવિશ્વાસ ગુમાવશો નહિર્.ં

જીમ્‍મીભાઇ દક્ષીણીએ જણાવ્‍યું હતું કે, રાજકોટ નાગરિક સહકારી બેંકના અનેક પ્રકલ્‍પો પૈકીના એક એટલે આ૨૬મો નિઃશુલ્‍ક કોચિંગ કેમ્‍પ છે. ગોકુલ હોસ્‍પિટલના ડો. પ્રકાશભાઈ મોઢા તરફથી એમ્‍બ્‍યુલન્‍સની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી છે. સાથે સાથે વાલીઓ માટે યોગ ક્‍લાસ અને અન્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

રણજી ટ્રોફી કોચ વીરેન્‍દ્રભાઈ વેગડાએ જણાવ્‍યું હતું કે, હુ જયારે કેમ્‍પમાં તાલીમ લેવા જતો ત્‍યારે વહેલી સવારે મારા માતાએ મને ક્‍યારે ઉઠાડયો ન હતો, મારી જાતે જ ઉઠી જતો. તમારી દિનચર્ચા કેમ ગોઠવવી એ તમારા હાથમાં હોય છે. તમારે શું કરવું એ બહુ જ મહત્ત્વનું છે.

કૌશિકભાઈ અઢીયાએ હાર્દિક આવકાર આપતાં જણાવ્‍યું હતું કે, નાગરીક બેંકના ક્રિકેટ કોચિંગ કેમ્‍પમાં અત્‍યાર સુધી ૩૦ હજારથી વધુ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે. છેલ્લા ૨૬ વર્ષથી સતત ચાલતા આ કેમ્‍પનું દરેકના મનમાં એક આગવું સ્‍થાન છે. અહીં તાલીમ પામેલ બાળકો નેશનલ અને ઇન્‍ટરનેશનલ સ્‍તરે રમી ચૂક્‍યા છે.

આ સભારંભમાં ડો. નિલાંબરીબેન દવે (વાઇસ ચાન્‍સેલર-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), નરેન્‍દ્રભાઈ દવે (સહવ્‍યવસ્‍થા પ્રમુખ-સૌરાષ્ટ્ર પ્રાંત-રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ, ટ્રસ્‍ટી-સેવાભારતી-ગુજરાત), વીરેન્‍દ્રભાઈ વેગડા (કોચ-રણજી ટ્રોફી) ઉપરાંત બેંક પરિવારમાંથી જીમ્‍મીભાઈ દક્ષીણી (કાર્યકારી ચેરમેન), બેંકના ડિરેકટરગણમાંથી દીપકભાઈ મકવાણા (પ્રોજેક્‍ટ ચેરમેન), હંસરાજભાઈ ગજેરા (પ્રોજેક્‍ટ ડીરેકટર), અશોકભાઈ ગાંધી (પ્રોજેક્‍ટ ડીરેકટર), ચંદ્રેશભાઈ ધોળકીયા, દિનેશભાઈ પાઠક, વિનોદ કુમાર શર્મા (જનરલ મેનેજર-સીઇઓ), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), ભવાનીસિંહ રાઠોડ (એ.જી.એમ.- બેંકિંગ), જયેશભાઇ છાટપાર (એ.જી.એમ.-આઇ.ટી.), કૌશિકભાઈ અઢીયા (કોચ અને ફીલ્‍ડ ઇન્‍ચાર્જ), વિપુલભાઇ દવે-જીજ્ઞેશભાઈ દવે-અજયભાઈ ચાવડા (વહીવટી ઇન્‍ચાર્જ), હિતેશભાઈ ચોક્‍સી-કમલેશભાઈ રાઠોડ-સચિનભાઇ ઘેલાણી (સંયોજક), કિશોરભાઈ મુંગલપરા (સ્‍ટાફ રિલેશન મઙ્ઘનેજર), વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં આભારદર્શન દીપકભાઈ મકવાણાએ અને સરળ-સફળ સંચાલન ભરતભાઈ કુંવરીયાએ કર્યું હતું.

(4:13 PM IST)