તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Friday, 10th May 2024
ગુજરાતનું નજરાણું ગીફટ સીટી
ગીફટ સીટી કાર્યરત થશે અને અબજોનું વિદેશી ભંડોળ ભારતમાં આવશે

શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી જ તેમને ગુજરાતના વિકાસ માટે ઓટોમોબાઇલનું હબ બનાવ્યું ઉદ્યોગોના વિકાસ માટે ઔદ્યોગિક મેળાઓની શરૂઆત કરી હાઈ સ્પીડ બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ માટે જાપાન સાથે કરાર કર્યા તેમજ ગુજરાતને નાણાકીય હબ બનાવવા ગુજરાત ઇન્ટરનેશનલ નાણાકીય ટેકનોલોજી સીટી જેનું ટૂંકમાં ગિફ્ટ સિટી ગાંધીનગર પાસે સ્થાપના કરવાનું નક્કી કર્યું જે હવે બે ત્રણ મહિનામાં સંપૂર્ણ રીતે કાર્યશીલ થશે.
આ ગિફ્ટ સિટી એક નાણાકીય હબ બનશે જેમાં અનેક આર્થિક પ્રવળત્તિઓને વેગ મળશે તેમ જ ભારતને અબજો રૂપિયાનું વિદેશી રોકાણ મળવાથી આપણા દેશનું વિદેશી ભંડોળ અનેક ગણું વધશે ભારતના એન આર આઈ નોન રેસિડેન્ટ ઇન્ડિયન એટલે કે જેઓના વંશ પરંપરા ભારતીય હોય પણ પોતાના ધંધા નોકરી કે વ્યવસાય માટે વિદેશર્મા સ્થાયી હોય તેમ જ જેઓ વિદેશમાં જ જન્મેલા હોય ભારતીય ન હોય તેવા અમેરિકન, યુરોપિયન, ફ્રેન્ચ,જર્મન, જાપાનીઝ, કેનેડિયન, ઓસ્ટ્રેલિયન કે દુનિયાના કોઈપણ દેશના સિટીઝન લોકો પણ ભારતના આ ગિફ્ટ સિટી દ્વારા તેમના દેશોના વિદેશી હૂંડિયામણ સાથે ભારતમાં રોકાણ કરશે તેમાં કોઈ શંકા નથી આ વિદેશી નાગરિકો રાજકીય વ્યક્તિઓ ઉદ્યોગપતિઓ અથવા અબજોની મિલકત ફંડ ધરાવતી વ્યક્તિ સંસ્થા ટ્રસ્ટો પેન્શન ફંડો કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ શેર બોન્ડ વગેરેમાં રોકાણ ગમે તેટલા સમય માટે રોકાણ કરી શકશે જેમ કોઈ પણ બેંકો અથવા મ્યુચલ ફંડો પોતાના એકાઉન્ટ હોલ્ડર ખાતાધારકો ની વિગતો રોકાણકાર સિવાય અન્યને વિગત આપતા નથી ખાનગી રાખે છે તેમ ગિફ્ટ સિટીમાં ખોલેલ ખાતાઓ તથા રોકાણની વિગતો અન્ય કોઈને આપશે નહીં
ગિફટ સિટીમાં રોકાણોથી ફાયદાઓ
સામાન્ય રીતે, એનઆરઆઇ કે ફોરેન સિટિઝન ભારતીય ઇન્કમટેક્સના ગૂંચવણ ભર્યા કાયદાથી રોકાણ કરતા નથી અથવા રોકાણ કરવા અચકાય છે, જ્યારે ગિફ્ટ સિટી દ્વારા રોકાણ ઉપર ભારતનો કોઈ પણ ઇન્કમટેક્સ લાગશે નહીં ટીડીએસ કપાશે નહીં, કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની કોઈપણ કવેરી જ આવશે નહીં આમ ભારતમાં તે ટેક્સ ફ્રી આવક ગણાશે. પરંતુ જ્યારે તે રોકાણમાંથી પુરી રકમ અથવા પાર્ટલી પૈસા ઉપાડતા તે રોકાણ ઉપરનો નફો પોતાના દેશમાં જે ઇન્કમટેક્સ લાગુ પડતો હોય તે દરે ઇન્કમટેક્સ ભરવાનો રહેશે. પરંતુ દુનિયામાં ઘણા દેશોમાં આજની તારીખે આવક ઉપર કોઈપણ જાતનો ટેક્સ નથી જ્યારે અમુક દેશોમાં કેપિટલ ગેઇન બાદ કરતા ઇન્કમટેક્સ ફક્ત ૫% થી ૪૦ % હોય છે, તે રોકાણ કરતા એ કાયદેસરના રોકાણ ઉપર ભરવો પડશે.
પરંતુ મોટાભાગના દેશોમાં રોકાણ એક વર્ષ કરતા વધુ હોય તો તેમને પણ લાંબા ગાળા નો ( LONG TERM CAPITAL GAIN) લાગુ પડે છે જે મૂડી નફાના ૧૦% થી ૨૦% સુધીનો વધુમાં વધુ હોય છે. આમ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં સામાન્ય રીતે ૧૫% થી ૨૦% વાર્ષિક વળતર મળે છે જે સલામત છે. જ્યારે વિદેશોમાં ફિક્સ ડિપોઝીટરો ઉપર ફક્ત ૩% થી ૪% જ વ્યાજ મળે છે. તેથી ભારતમાં રોકાણ કરવાનું NRI તથા વિદેશી નાગરિકોને ખૂબ જ ફાયદા કારક રહેશે. વળી આ ફંડ ગમે ત્યારે ડોલર સ્વરૂપે ગણતરી કરી પરત પણ લઈ જઈ શકશે.
ભારતીય નાગરિક એટલે કે ઇન્ડિયન રેસીડન્ટ ગિફ્ટ સિટીમાં બેંક ખાતુ અથવા રોકાણ કરી શકશે નહીં ગિફ્ટ સિટીમાં ફક્ત એનઆરઆઈ તથા નોન સિટિઝન વિદેશી નાગરિક અથવા વિદેશી સંસ્થા વિદેશી મુદ્રામા જ રોકાણ કરી શકશે
મીનીમમ રોકાણ રકમ
ગિફ્ટ સિટી દ્વારા કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય રોકાણની ટિકિટ સાઈઝ રોકાણ ઓછામાં ઓછી ૧,૫૦,૦૦૦ એટલેકે (ICT) યુ.એસ ડોલર રહેશે તથા ઉપર જણાવ્યા મુજબ વિદેશી વ્યક્તિઓ રોકાણ કરી બમ્પર નફો કમાઈ શકશે જેના ઉપર ભારતમાં કોઈ ટેક્સ કપાત પણ નહીં થાય.
ડોલર સામે ભારતીય રૂપિયાનો ઘસારો
ઘણા એનઆરઆઈ તથા વિદેશી રોકાણકારો ભારતમાં છેલ્લા ૨૦ વર્ષમાં જૂની હિસ્ટ્રી મુજબ ડોલર સામે વાર્ષિક ર થી ૩ % ધસારો જોવા મળે છે પરંતુ મોટાભાગના વિદેશોમાં બેંક ફિક્સ ડિપોઝિટ ઉપર કોઈપણ વ્યાજ આપતા નથી. દા.ત. જાપાન, અમેરિકા તથા અન્ય યુરોપિયન દેશોમાં એફડી ઉપર માંડ બે થી ૩% વાર્ષિક વ્યાજ મળે છે જ્યારે ગિફ્ટ સિટી દ્વારા કોઈપણ સારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી ઓછામાં ઓછું વાર્ષિક ૧૦% થી ૧૫% વળતર મળે છે. જે તેની પાસ્ટ હિસ્ટ્રીમાં જોઈ શકાય છે. આમ ૧૦% થી ૧૫% વાર્ષિક વળતર સાથે ઇન્ડિયન રૂપિયાનો ૨%થી ૩% ડોલર સામે ઘસારો બાદ કરતા પણ રોકાણ ઉપર ૮ થી ૧૨% નું વાર્ષિક વળતર મળશે જ ઉપરાંત જો તેઓ રોકાણ સ્થિર રાખે અને પૈસા ઉપાડે નહીં તો બેંકોમાં ચડત વ્યાજ દર વર્ષે મળે જ છે તેવું મ્યુચ્યુઅલ ફંડમાં ન હોવાથી કોઈપણ ટેક્સ લાગશે નહીં
પરંતુ ભારતની ઇકોનોમી તથા એક્સપોર્ટ ઝડપથી વધી રહી હોવાથી અમેરિકન ડોલર સામે હવે ભારતીય રૂપિયો ઓછો ઘસાય છે તેવી ધારણા આવતા દિવસોમાં જરૂર હશે.
રોકાણની મુળ રકમ તથા વ્યાજ વધારા સાથેની સ્કીમ
અત્યારે આરબીઆઈના કાયદા મુજબ કોઈપણ ભારતમાંથી દર વર્ષે અઢી લાખ (૨,૫૦,૦૦૦) અમેરિકન ડોલર તેમના કુટુંબના તમામ સભ્યો માં દીઠ બાળકથી માંડી વરિષ્ઠ ઉંમરની વ્યક્તિ દર હિસાબી વર્ષ પેલી એપ્રિલ થી ૩૧ માર્ચ સુધીમાં કોઈ પણ મજબૂરી વગર પોતાના દેશમાં લઈ જઈ શકે છે તેમજ તેનાથી વધારે રકમ કોઈપણ સ્થાવર મિલકતના વેચાણથી આવેલ હોય તો ભારતીય ઇન્કમટેક્સ કાયદા મુજબ કેપિટલ ગેઈન ટેક્સ ઇન્કમટેક્સ ભરી સીએ પાસેથી ફોર્મ નંબર ભરી આરબીઆઈ ની પરવાનગી બેંક દ્વારા પરત લઈ જઈ શકે છે.
ગિફ્ટ સિટીમાં ભરેલ કોઈપણ વ્યક્તિ સંસ્થા ટ્રસ્ટ દ્વારા કરેલ રોકાણો ત્યારે પરત ડોલરના સ્વરૂપમાં પરત લઈ જઈ શકશે તે માટે કોઈપણ પરવાનગીની જરૂરિયાત ના રહે તેમ જ તેમને આવક ભારતીય ટેક્સ ફ્રી જ રહેશે.
ગિફટ સિટીમાં અન્ય નાણાકીય હબ
ગિફ્ટ સિટી ભારતનું નાણાકીય બનવાથી ત્યાં બીએસસી એનએસસી મેટ્રો સ્ટોએક્સચેન્જ મોટાભાગની ભારતીય બેંકો વિદેશી બેન્કોક ખોલશે તેમ જ મ્યુચ્યુઅલ ફંડોની ઓફિસો શરૂ થશે જેથી રોકાણ કરનારને અનુકૂળતા રહેશે.
આમ ગિફ્ટ સિટીના રોકાણકારોને વધુ માહિતી તેમજ મ્યુચ્યુઅલ ફંડ ની વિગત તથા વળતર તથા ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ અથવા આજીવન પેન્શન મળે તેવા પ્લાન વિગત મેળવવા રૂબરૂ મોબાઇલ તેમજ ઈમેલથી અમારો સંપર્ક સાધવો તો અમે પૂરતી માહિતી આપને આપી શકીશું.
આલેખન
રક્ષાબેન નીતીન કામદાર
મ્યુચ્યુલ ફંડ ડીસ્ટ્રીબ્યુટર્સ
નીતીન કામદાર એન્ડ કાું:
ચાર્ટડ-એકાઉન્ટસ
પંચનાથ હોસ્પિટલ સામે લીમડા ચોક, રાજકોટ
મો.૯૪૨૮૨ ૬૯૫૮૩
(2:42 PM IST)










