<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

વધુ એક જીવલેણ હાર્ટએટેકઃ ભગીરથ સોસાયટીમાં ધીરૂભાઇ પાનસુરીયા સુતા બાદ જાગ્‍યા જ નહિ

વિરાણી હાઇસ્‍કૂલ પાછળ સર્વોદય સોસાયટીમાં મહેશભાઇ સોલંકી ઓસરીમાં ઢળી પડયા બાદ મોત

રાજકોટ તા. ૧૦: હૃદય બંધ પડી જવાથી મૃત્‍યુની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. વધુ એક વ્‍યક્‍તિનું હાર્ટએટેકથી મૃત્‍યુ થયું છે. સામા કાંઠે સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટી-૧૨માં રહેતાં ધીરૂભાઇ ખોડાભાઇ પાનસુરીયા (ઉ.વ.૫૨) સવારે પથારીમાં બેભાન હોઇ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્‍પિટલ ચોકીના કેતનભાઇ નિકોલા  અને તોૈફિકભાઇ જુણાચે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર ધીરૂભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં નાના અને અપરિણીત હતાં. પરિવારજનોના કહેવા મુજબ તેઓ કંઇ કામધંધો કરતાં નહોતાં. રાતે સુતા બાદ સવારે જાગ્‍યા જ નહોતાં. હોસ્‍પિટલમાં તેમને મૃત જાહેર કરાયા હતાં. હાર્ટએટેક આવી ગયાનું તેમના ભાઇએ જણાવ્‍યું હતું.

બીજા બનાવમાં વિરાણી હાઇસ્‍કૂલ પાછળ સર્વોદય સોસાયટી શેરી નં. ૫માં રહેતાં મહેશભાઇ વેલજીભાઇ સોલંકી (ઉ.વ.૩૬) સવારે જાગીને બાથરૂમ જઇ બહાર નીકળ્‍યા ત્‍યારે એકાએક ઓસરીમાં ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના કેતનભાઇ નિકોલા અને તોૈફિકભાઇ જુણાચે એ-ડિવીઝનમાં કરી હતી. મૃત્‍યુ પામનાર અપરિણીત હતાં. તે ચાર બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં અને કારખાનામાં કામ કરતાં હતાં. એકાદ વર્ષથી બિમાર હોઇ કામે જતાં નહોતાં. મૃત્‍યુ હાર્ટએટેકથી થયું કે બિમારીથી? તે જાણવા પોસ્‍ટમોર્ટમ કરાવાયું હતું.

(3:02 PM IST)