<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

‘મા એટલે મા બીજા બધા વગડાના વા': રવિવારે મધર્સ-ડે

વિવિધ જાતના મગ, ડાયમંડ જવેલરી, પરફયુમ, નામ વાળા કડા, મેજીક મીરર ફોટોફ્રેમ, ઘડીયાલ, બેગ સહિતની ઢગલાબંધ આઇટમોનો જોહર કાર્ડસમાં ભરમાર

રાજકોટ તા. ૧૦ :. મા પ્રત્‍યેના પ્રેમને પ્રદર્શિત કરવાનો દિવસ એટલે  મધર્સ ડે. વાત્‍સલ્‍ય વરસાવવામાં ‘મા' ને કોઈ ન પહોંચે. સંતાનો પર સદાય અમીરૂપ છલકાવનાર મા નુ વળતર વાળવાનો દિવસ એટલે મધર્સ ડે.

આ વર્ષ ૧૨ મે  રવિવાર મધર્સ ડે છે. આ દિવસે મા ને ગીફટ તથા કાર્ડસ આપી વંદન કરીને મધર્સ ડેની ઉજવણી વિશ્વભરમાં થાય છે. જોહર કાર્ડસવાળા યુસુફઅલીભાઈ તથા હસનેનભાઈએ તેમજ કાલાવડ રોડ પ્રેમ મંદિરની લાઈનમાં ગાર્ડન સામે આપેલ જોહર ગેલેરીનાં જોહરભાઈએ મધર્સ ડે ની ગીફટ તથા કાર્ડસ અંગે જણાવ્‍યું હતું નવી ગીફટો લાઇટિંગ વાળી શોપીસ  જેવી કે મધર્સના કોટેશન વાળી ફ્રેમ, રીસ્‍ટવોચ, કીચનમાં આઈ લય મોમ, મોમ, ચોકલેટ, સેશ, પેન સ્‍ટેન્‍ડ વીચ વોચ,મગ મા સ્‍ટીલ,  રૈનબો સ્‍ટીલ મગ , સિરામિક મગ, બીગ મગ, હાર્ટ હેન્‍ડલ મગ , યુવી  કોટેડ મગ, સ્‍મોલ મગ અને પર્સનલાઈઝ મગ એમ ઘણી પ્રકારના મગ  છે. ઉપરાંત જવેલરીવાળુ કોમ્‍બો સેટ તથા ઘડિયાળ વાળા કોમ્‍બો સેટ આવેલ છે.

મેજીક મીરર ફોટોફ્રેમ, ડાયમંડની જવેલરી કડા, સીંગાપુર કંપનીની ઝેડ.એમ.ની કોસ્‍મેટીક આઈટમ જેમ કે ફેઈસવોસ, સનસ્‍ક્રીપ, લીપ બામ, ડીઓ વગેરે, કોમ્‍બો વોચ વીથ જવેલરી પરફયુમ, લેડીઝ ફેન્‍સી ગોગસ, પ્રખ્‍યાત કંપનીની સેલીબ્રેશન ચોકલેટ, ચોકલેટ બુકે, દુબઈના અનેક  પ્રકાર પરફયુમ, પ્રસનલાઇઝમા નામવાળા વોલેટ, કીચેઈન, પાસપોર્ટ કવર, કોમ્‍બો વોલેટ, પીલો, પેન, ટીશર્ટ, કીચેઇન, લાઈટીંગ એલ.ઈ.ડી ફ્રેમ, રેઈનબો મલ્‍ટીકલર બોટલ, લેડીઝના નામવાળા કડા, લોકેટ, લેડીઝ નામવાળી બેગ, વુડન મા સ્‍કેચ ફોટો, મધર્સ ડેના કાર્ડસમા એવરીડે ઈઝ ફુલ ઓફ મધર્સ લવ, ફોર યુ મધર, ટુ ધ મોસ્‍ટ લવીગ મધર, ફોર ધ વર્લ્‍ડસ બેસ્‍ટ મોમ એવર વિથ લવ, મધર આઇ લવ યુ યુ મીનએવરીથીંગ ટુ મી વગેરે હેડીંગવાળા કાર્ડસ ઉપલબ્‍ધ હોવાનું જણાવ્‍યું છે.

(3:04 PM IST)