News of Friday, 10th May 2024
વી.આર.એલ. લોજીસ્ટીક કંપનીએ માલ ડીલીવરીની સેવામા ખામી રાખી બૂક કરેલ માલને હરાજી કરી નાખવાની નોટીસ આપવાનું ભારે પડ્યુ ગ્રાહક ફોરમનો સીમાચિન્હરૂપ ચુકાદો
દેશની સૌથી નામાંકીત ટ્રાન્સપોર્ટ કંપનીએ પોતાની ભુલ સ્વીકાર્યા વગર માલ પરત કરવાની જગ્યાએ માલની સીધી હરરાજી ની નોટીસ આપવી કાયદાથી વિરૂધ્ધ : એડવોકેટ રીપલ ગેવરીયા

રાજકોટ : ગુજરાત ની ધરતી ઉપર અત્યાર સુધીમાં કદાચ ને કયારેય નહીં બનવા પામેલ હોય તેવો સીમાચીન્હરૂપી ચુકાદો જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ કમીશન રાજકોટના જજ દ્વારા ચુકાદો ફરમાવેલ છે જેમાં દેશની નામાંકીત ટ્રાન્સપોર્ટ કંપની વી.આર.એલ. લોજીસ્ટીક કંપનીએ સેવામાં ખામી રાખવા બદલ માલની મુળ કીમત રૂ.૯૭,૫૦૦/- ફરીયાદ દાખલ તારીખ, થી ૯ ટકા વ્યાજ સાથે પરત ચુકવવા તેમજ વી.આર.એલ. લોજીસ્ટીકની કસુર ના કારણે ફરીયાદીને ફરીયાદ કરવી પડેલ હોય તેમજ શારીરીક માનસીક ત્રાસ વેઠવો પડેલ હોય તેના દળતર પેટે અલગ થી રૂ.૫,૦૦૦ ફરીયાદી - ચુકવવા તેમજ રૂ.૩,૦૦૦- કાનૂની ખર્ચ પેટે ચુકવવા અને આ તમામ શરતો નુ પાલન ૩૦ દિવસના કરવા માટેનો વી.આર,એલ લોજીસ્ટીક કંપનો શાપર રાજકોટ વિરૂધ્ધ સીમાચીન્હરૂપી ચુકાદો ગ્રાહકની તરફેણ મા રાજકોટ ના મળે. જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ કમીશનના જજ સાહેબે ફરમાવતા ટ્રાન્સપોર્ટ કંપનીઓને બોધપાઠરૂપી સંદેશો આપતો સીમાચીન્હરૂપી ચુકાદો ચર્ચાનો વિષય બની ગયેલ છે.
કેસની હકીકતો જોઈએ રાજકોટમાં એન્જલ પોલીમર્સ ના નામે ધંધો કરતા વિમલભાઈ પરબતભાઈ કા૨ેટીયાએ સામાવાળા (૧) વી.આર.એલ લોજીસ્ટીક લી. કર્ણાટક (૨) વી.આ૨.એલ. લોજીસ્ટીક શાપર રાજકોટનાઓ વિરૂધ્ધ ગ્રાહક સુરક્ષા ધારા અંતર્ગત સેવામા ખામી બાબતે ની ફરીયાદ જીલ્લા ગ્રાહક અદાલતમા દાખલ કરી એવી રજુઆત કરેલ કે સામાવાળાઓ મારફત રકમ રૂ.૯૭,૫૦૦/- નો એચ.ડી.પી.ઈ. નો માલ કર્ણાટક હુબલી ડીલીવર ક૨વા આપેલ હતો જે માલ સામેની પાર્ટીને યોગ્ય ડીલીવરી ન થયેલ હોય અને માલ પરત આવેલ હોવા છતા તે માલને પોતાના ગોડાઉનમા રાખી તે માલને પરત લઈ જવા ફરીયાદીને કોઈપણ ઙ્કકારની લેખીત કે ટેલીફોનીક જાણ કર્યા વગર રકમ રૂ.૯૭,૫૦૦/- ના માલની કીમત સામે કંપનીના ગોડાઉનમા પડી રહેલ ફરીયાદીના માલને પરત મેળવવા રકમ રૂ.૧,૦૦,૨૭૨/- વાળા અલગ અલગ ચાર્જો લગાવી ચુકવવા અને ન ચુકવીએ તો માલની હરાજી કરવાની નોટીસ સામાવાળા તરફથી ફરીયાદીને પાઠવતા ફરીયાદીએ વી.આર.એલ. લોજીસ્ટીક શાપર રાજકોટ કંપનીને લીગલ નોટીસ આપતા વી.આર.એલ. લોજીસ્ટીક તરફથી નોટીસનો યોગ્ય જવાબ પણ ન આપી સેવામાં ખામી સર્જેલ હોવાથી ફરીયાદીએ ફરીયાદ આપેલ હતી.
ઉપરોકત કેસ ચાલી જતા ફરીયાદી તરફ થી એડવોકેટ રીપલ એમ. ગેવરીયા તરફ થી એવી રજુઆત કરવામા આવેલ કે ફરીયાદીનો માલ ૨કમ રૂ.૯૭,૫૦૦/- ની કીમત નો છે તે માલ દરેક પ્રકારના ડીલીવરી ચાર્જ ભરીને વી.આર.એલ. લોજીસ્ટીક કંપની મારફત સામેની પાર્ટીને ડીલીવર કરવા બુક કરેલ હતો અને તેની ડીલીવરી કરવાની સંપુર્ણ જવાબદારી વી.આર.એલ. લોજીસ્ટીક કંપનીની છે અને જો કોઈ પણ કારણોસર માલની ડીલીવરી થઈ શકતી નથી તો તે માલને પરત લઈ જવા માટે કંપની તરફથી માલ બુક કરનારને લેખીત કે ટેલીફોનીક જાણ કરવાની જવાબદારી અને ફરજ છે વી.આ૨.એલ. લોજીસ્ટીક કંપનીએ ફરીયાદીના માલની ડીલીવરી ન થતા તેની કોઈપણ પ્રકાર ની લેખીત કે મૌખીક જાણ ફરીયાદીને કરેલ નથી ઉલ્ટાનુ કંપનીએ તે માલ ની કીમત થી પણ વધુ કીમત વાળી હરાજી નોટીસ ફરીયાદીને પાઠવેલ કંપની પોતાની ભુલ સ્વીકારતી નથી અને તેનો આળ ફરીયાદી ઉપર નાખવામા આવેલ છે જેના કારણે ફરીયાદી નો માલ કંપનીના ગોડાઉનમાં પડી રહેલ તે માલ પરત લેવા ફરીયાદીને ખુબ જ શારીરીક માનસીક આર્થીક યાતના વેઠવી પડેલ હોય જેથી માલ ડીલીવર કરવા બુક કરાવતી વખતે આપવામા આવતી સેવાઓ સગવડતાઓ મુજબ સામાવાળી કંપની યોગ્ય કરી આપે અને યોગ્ય વળતર ચુકવી આપે તેમ ન કરવુ હોય તો કોઈ પણ પ્રકારનો ચાર્જ ચુકવ્યા વગર માલ પરત કરી આપે તેવી લંબાણપુર્વક દલીલો કરવામા આવેલ.
બંને પક્ષેની રજુઆતો કાયદાની જોગવાયો રેકર્ડપર આવેલ હકીકતો લક્ષે લેતા જો એલ.આર. ના નીયમો અને શરતો હેઠળ સામાવાળાઓ પાસેથી માલ ની ડીલીવરી કરવાની સેવા બુક કરેલ હોય ત્યારે સામાવાળાઓની ફરજ છે કે તે શરતો હેઠળ કોઈપણ વિલંબ કર્યા વગર અને માલ બુક કરનારને કોઈ પણ પ્રકાર ની હેરાનગતી વગર સમયસર માલની ડીલીવરી માટે સંમત થયા મુજબ સેવા સુનીヘતિ કરવી અને બીલ મુજબ ના માલ ની યોગ્ય ડીલીવર ન થતા તે માલને તેના સરનામે પરત મોકલવો જોઈએ તેવી કોઈપણ શરતનુ સામાવાળાઓ ધ્વારા પાલન કરવામાં આવેલ ન હોય કે તેવા કોઈપણ પુરાવાઓ રેકર્ડપર રજુ રાખેલ ન હોય સામાવાળાઓ પોતાની જવાબદારી સંપુર્ણ પણે નીભાવી શકેલ નથી અને ગ્રાહકને સંતોષકારક સેવાઓ આપવામા આવેલ નથી જેથી ફરીયાદીને પુરી પાડવાની થતી સેવામા ખાર્મી સર્જેલ છે તેથી તેઓની વિરૂધ્ધ ઉપરોકત જણાવેલ વિગતે ચુકાદો આપવાનુ મુનાસીફ માની ટ્રાન્સપોર્ટ કંપનીઓને બોધપાઠ મળી રહે તેવો સીમાચીન્હરૂપ ચુકાદો ફરમાવવામા આવેલ છે.
ઉપરોકત કામમા ફરીયાદી એન્જલ પોલીમર્સ ના પ્રોપરાઈટર વીમલભાઈ કારેટીયા વતી રાજકોટ ના એડવોકેટ સુરેશ ફળદુ એન્ડ એશોશીયેટસ ના રીપલ એમ. ગેવરીયા, વિવેક ભંડેરી, યુવરાજ વેકરીયા, કિશન માંડલીયા તથા મદદમાં નીરવ દોંગા, વીવેક લીબાસીયા, ભાવીન ખુંટ, રોકાયેલ હતા.
(3:11 PM IST)










