<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

ચુનારાવાડમાં ધર્મેશને જુના મનદુઃખને લીધે ઢીકાપાટુ અને કડાથી માર માર્યો

ગોપાલ, મનિષ, જીતુએ ફટકારતાં સારવારમાં

રાજકોટ તા. ૧૦: ચુનારાવાડ શેરી નં. ૨ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતાં ધર્મેશ ગુલાબભાઇ પરીહાર (ઉ.વ.૩૭)ને જુના મનદુઃખનો ખાર રાખી ગોપાલ, મનિષ, જીતુ સહિતે ઢીકાપાટુ અને હાથમાં પહેરેલા કડાથી માર મારતાં માથા શરીરે ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે થોરાળા પોલીસને જાણ કરી હતી.

ધર્મેશ છુટક મજૂરી કરે છે અને તેને સંતાનમાં એક પુત્રી તથા એક પુત્ર છે. તેના કહેવા મુજબ પોતાની બહેનને ચારેક વર્ષ પહેલા ગોપાલે મારકુટ કરી લીધી હતી. તેનો કેસ ચાલતો હોઇ તેના મનદુઃખને કારણે ગોપાલ સહિતે ગાળો દેતાં ના પાડતાં હુમલો કર્યો હતો.

(4:18 PM IST)