<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

ટ્રાફિક ડ્રાઇવઃકાળા કાચવાળી કાર લઇ નીકળેલા ૭૦ વાહનચાલકો દંડાયા

રાજકોટઃ કારમાં કાળા કાચ લઇને નીકળતાં વાહનચાલકો વિરૂધ્‍ધ ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં બે કલાક દરમિયાન અલગ અલગ સ્‍થળે ચેકીંગ કરી કાળા કાચના કુલ ૭૦ કેસ કરાયા હતાં. તેમજ એએસઆઇ તૃષાબેન દ્વારા ઓવરસ્‍પીડના ૫૫ કેસ અને સુધાબેન દ્વારા ૫૪ કેસ કરી રૂ. સવા બે લાખથી વધુના ઇ-ચલણ જનરેટ કરાયા હતાં.  પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની સુચના અનુસાર એસીપી જે. બી. ગઢવીની રાહબરીમાં આ કામગીરી કરવામાં આવી હતી.

(3:12 PM IST)